ગુજરાત

gujarat

ગુજરાતની પરંપરાગત રમતોની સ્પર્ધાની મોજ કરાવશે તરણેતર મેળો ઓગસ્ટ 2022

By

Published : Aug 29, 2022, 7:32 PM IST

ગુજરાતની પરંપરાગત રમતોની સ્પર્ધાની મોજ કરાવશે તરણેતર મેળો ઓગસ્ટ 2022

કોરોનાના બે વર્ષ બાદ સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતરનો મેળો ઓગસ્ટ 2022 યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આકર્ષણ પણ રહે છે. ત્યારે આ વર્ષે કઇ કઇ રમતો જોવા મળશે તે જાણીએ. Tarnetar Fair Aug 2022 , Gramin Olympic Surendranagar , Gujarat Traditional sports competition

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાની ઘડીઓ આવી ગઇ છે. આવતીકાલથી તરણેતરના મેળા દરમિયાન 17માં ગ્રામીણ ઓલિમ્પિક યોજાવાની છે ત્યારે આવો જાણીએ રમતના રસપ્રદ પાસાં. રાજ્યના મુખ્યપ્રધાનભૂપેન્દ્ર પટેલ 1 સપ્ટેમ્બરના રોજ ઉપસ્થિત રહેવાના હોવાનું પણ જાણવા મળે છે.

આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે

ગ્રામીણ ઓલિમ્પિકનું નવુ પરિમાણ તરણેતર મેળામાં અહીંના ભાતીગળ મેળાની વિવિધતા રસિકજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવું પરિમાણ ઉમેરાયું હતું. જેમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કુદ અને લંગડી જેવી ગુજરાતની પરંપરાગત રમતોની સ્પર્ધા યોજાય છે.

આ પણ વાંચો Tarnetar Fair 2022 : લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી, રદ થઇ બે સ્પર્ધા

ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ સરકારે મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

આ પણ વાંચો અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે પ્લોટ હરાજી મોકૂફ, તંત્ર દ્વારા કરાશે આ કાર્યવાહી

ઈનામો પણ આપવામાં આવે છેરમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે. Tarnetar Fair Aug 2022 , Gramin Olympic Surendranagar , Gujarat Traditional sports competition , Tarnetar Fair Date

ABOUT THE AUTHOR

...view details