ગુજરાત

gujarat

Surat News: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શીખ્યા લોકશાહી પ્રથાના પાઠ

By

Published : Jul 8, 2023, 1:57 PM IST

બાળકના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમા પૂંજી ગણાય છે. બાળકોને શાળાકીય જીવનથી જ લોકશાહી પ્રણાલી, ચૂંટણી પ્રક્રિયાનો ખ્યાલ આવે અને તેમનામાં નેતૃત્વના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. ત્યારે અડાજણની ધૂમકેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 218 માં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શીખ્યા લોકશાહી પ્રથાના પાઠ
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શીખ્યા લોકશાહી પ્રથાના પાઠ

અડાજણની ધૂમકેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 218

સુરત :બાળકોને શાળાકીય જીવનથી જ લોકશાહી પ્રણાલી, ચૂંટણી પ્રક્રિયા ખ્યાલ આવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પ ચાલે છે. ત્યારે આજરોજ અડાજણની ધૂમકેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 218 માં બાળકોમાં લોકશાહી પ્રથાનું બીજ રોપણ કરવામાં આવ્યું હતું. શાળામાં બાળકોની લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરવામાં આવી હતી. આમ, વિદ્યાર્થી જીવનથી બાળકોએ લોકતંત્રની પ્રણાલીને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

સરકારની પહેલ : બાળકના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમા પૂંજી ગણાય છે. એટલે જ આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યુ છે. બાળકોને શાળાકીય જીવનથી જ લોકશાહી પ્રણાલી, ચૂંટણી પ્રક્રિયા ખ્યાલ આવે અને તેમનામાં નેતૃત્વના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર સતત કાર્યરત રહી છે. રાજ્ય સરકારની પ્રેરણાથી તમામ નગર પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8 ના બાળકો માટે બાળ સંસદની રચના કરવામાં આવે છે.

ચૂંટણી પ્રક્રિયા : શહેરમાં અડાજણની ધૂમકેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 218 માં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીઓની પસંદગી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મનપસંદ ઉમેદવારને વોટ આપ્યો હતો.

બાળ સંસદની સમગ્ર પ્રક્રિયા લોકશાહી પદ્ધતિને આધારે થતી હોય છે. બાળકોને સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા લોકશાહી માળખાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. તેની પ્રક્રિયા, મહત્વ તેમજ ઉત્તરદાયિત્વ વિષે માહિતી આપી બાળકોને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે. ઉમેદવારી નોંધાવી હોય તેવા બાળકોને પ્રચાર-પ્રસાર વિષે પણ માહિતગાર કરવામાં આવે છે.-- તૃપ્તિબેન કાનાણી (આચાર્ય)

બાળ સંસદની પ્રક્રિયા : આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના 3-4 દિવસ પહેલાથી બાળકો શિક્ષકોની સાથે દરેક વર્ગમાં જઈ વોટ માટે અપીલ કરે છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેઓ ટેબલેટ મારફતે વોટિંગ કરાવે છે. જેમાં EVM મશીનની જેમ જ ઉમેદવારના નામ સામે ફોટો હોય છે. જેમાં બટન પર ક્લિક કરતા બીપનો અવાજ આવે છે અને તેમનો મત કાઉન્ટ થાય છે. સાથે જ બેલેટ પેપરની સુવિધા પણ છે. પદભાર મળ્યા બાદ બાળકો પોતાની જવાબદારીનું નિષ્ઠાપૂર્વક વહન કરે છે. બાળ સંસદ દ્વારા બાળકોમાં નેતૃત્વ, સહકાર, નિર્ણય લેવાની ક્ષમતા અને સ્વયંશિસ્ત વિકસે છે. જે તેમના વ્યક્તિગત વિકાસમાં પણ ઉપકારક બને છે.

  1. Rajkot-Ahmedabad Highway: કૃષિપ્રધાનનું નિવેદન, તારીખમાં ફેરફાર કરવો પડે
  2. Health Department Surprise Visit : રાજકોટ જિલ્લાની 136 ક્લિનિકમાં આરોગ્ય શાખાની સરપ્રાઇઝ વિઝીટ

ABOUT THE AUTHOR

...view details