ગુજરાત

gujarat

સિયાલજ પાસે વન્ડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ભળતા હજારો માછલીઓનાં મોત

By

Published : Jan 6, 2020, 7:11 PM IST

fish

સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના સિયાલજ ગામ પાસેથી પસાર થતી ખારીયાની વન્ડ ખાડીના પાણીમાં કેમિકલ મિશ્રણ થતાં હજારો માછલીનાં મોત થયા છે. જેના કારણે સિયાલજ ગામના પશુપાલકો અને ખેડૂતોએ આ બાબતે રોષ પ્રગટ કર્યો છે.

હાઈવેની બાજુમાં વન્ડ ખાડીમાં મધરાતે કેટલાક લોકો અંકલેશ્વર, વાપી તેમજ અન્ય ઠેકાણેથી ઝેરી કેમિકલના ઠાલવે છે. આવો આક્ષેપ સિયાલજ ગામના ખેડુતો અને પશુપાલકોએ કર્યો છે. ખાડીના પાણીમાં કેમિકલ ભળતા હજારો માછલીઓને અસર થતા મૃત્યુ પામી છે. આ ખાડીના કિનારે સિયાલજ ગામના ખેડૂતોના ફળદ્રુપ ખેતર આવેલા છે અને રાત દિવસ ખેડૂતો અવરજવર કરે છે. તેમના પશુઓ પણ આ ખાડીમાં પાણી પીએ છે. તેમના માટે પણ આ કેમિકલવાળું પાણી ભારે જોખમ ભર્યું બન્યું છે.

સિયાલજ પાસે વન્ડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ભળતા હજારો માછલીઓનાં મોત

સિયાલજ ગામના ખેડૂતો ભારે આક્રોશ સાથે જણાવે છે કે, કોસંબા તેમજ સુરત જિલ્લા પોલીસ કે માંગરોળના મામલતદાર આ બાબતે રાત્રિના સમયે વોચ ગોઠવીને કેમિકલ ઠાલવતા તત્વોને ઝબ્બે કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલે.

Intro: સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના સિયાલજ ગામ પાસે થી પસાર થતી ખારીયા ની વન્ડ ખાડીના પાણીમાં કેમિકલવાળું પાણી મિશ્રણ થતા વનડ ખાડીમાં હજારો માછલીના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે સાથે જ સિયાલજ ગામના પશુપાલકો અને ખેડૂતો કે જેઓ આ વનડ ખાડીમાં પશુ અને પાણી પીવડાવે છે તેમના માટે કેમિકલવાળું પાણી જોખમી બનતા ભારે રોષ જોવા મળ્યો છે
Body:સિયાલજ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સિયાલજ ગામના પાટિયા પાસે હાઈવેની બાજુમાં વંનડ ખાડીના કિનારે રાત્રિના સમયે કેટલાક માથાભારે તત્વો રૂપિયા પાંચ કે દસ હજારની લાલચમાં અંકલેશ્વર ,, વાપી તેમજ અન્ય ઠેકાણેથી ઝેરી કેમિકલના ટેન્કરો લાવીને અત્રે ખાલવી દેતા અને એ ઝેરી કેમિકલ વનડ ખાડી ખાડીના પાણીમાં મિશ્રણ થતા ખાડીમાં હજારો માછલીઓને અસર થતા મૃત્યુ પામી છે આ ખાડીના કિનારે સિયાલજ ગામના ખેડૂતોના ફળદ્રુપ ખેતર આવેલા છે રાત દિવસ ખેડૂતો અવરજવર કરે છે તેમના પશુઓ પણ આ ખાડીમાં પાણી પીતા હોય છે તેમના માટે પણ આ કેમિકલવાળું પાણી ભારે જોખમ ભર્યું બન્યું છેConclusion:સિયાલજ ગામના ખેડૂતો ભારે આક્રોશ સાથે જણાવે છે કે કોસંબા તેમજ સુરત જિલ્લા પોલીસ કે માંગરોળના મામલતદાર આ બાબતે રાત્રિના સમયે વોચ ગોઠવીને કેમિકલ ઠાલવતા માથાભારે તત્વોને ઝબ્બે કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે એ જરૂરી છે

ABOUT THE AUTHOR

...view details