ગુજરાત

gujarat

સ્પીનર્સ યાર્નની કિંમતમાં આડેધડ તોતિંગ વધારો

By

Published : Jan 3, 2021, 7:39 AM IST

સ્પીનર્સ યાર્નની કિંમતમાં આડેધડ તોતિંગ વધારો થતા વિવર્સની હાલત કફોડી બની છે. આ સ્થિતિ અંગે સુરત ધી સર્ધન ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બેઠક થઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, યાર્નના ભાવ નિયંત્રિત નહીં થશે તો ખરીદી અટકાવી દેવાથી માંડી કારખાના બંધ કરી આંદોલન કરવામાં આવશે.

Surat The Sardhan Chamber of Commerce
Surat The Sardhan Chamber of Commerce

  • સ્પીનર્સ યાર્નની કિંમતમાં વધારો થતાં વિવર્સની હાલત કફોડી
  • સુરત ધી સર્ધન ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બેઠક થઈ
  • ભાવ નિયંત્રિત નહીં થશે તો આગામી દિવસોમાં આંદોલન

સુરત: સતત વધી રહેલા સ્પીનર્સ યાર્નની કિંમત અંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સના વીવિંગ કમિટી અને ફોગવાની બેઠક મળી હતી. જેમાં સુુુરતના વિવર્સો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવર્સ દ્વારા વધી રહેલા યાર્નની કિંમત, વીજ સબસિડી, ટફ સબસિડી અને ચીટિંગની ઘટનાને ઓછી કરવા માટે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. આ સાથે આયાતી યાર્નની એન્ટિડમ્પિંગ ડ્યુટી મામલે પણ રણ નીતિ તૈયાર કરવામાં આવી હતી. નાયલોનની જેમ વિસ્કોપ સ્પીન યાર્ન પર એન્ટિડમ્પિંગ ડ્યુટી લાદવા ડીજીટીઆરે વાણિજ્ય અને કાપડ મંત્રાલયને ભલામણ કરી છે. જેથી વિવર્સને રાહત મળી રહે.

સ્પીનર્સ યાર્નની કિંમતમાં સતત વધારો

સરકારને રજૂઆત કરવા માટે કમિટી બનાવવામાં આવશે

આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, યાર્નના ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે ખરીદી અટકાવી દેવાશે. એન્ટિડમ્પિંગ ડ્યુટી મામલે સરકારને રજૂઆત કરવા માટે કમિટી બનાવવામાં આવશે. સ્પીનર્સ વિવર્સોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિવર્સ એસોસિએશન આગામી દિવસોમાં વિવર્સ આંદોલન કરી શકે છે.

ભાવમાં થયેલા વધારાની વિગત

1 લી ડિસેમ્બરે જે નાયલોન એફડીવાય 30 ×24નો ભાવ 237 પ્રતિ કિલોગ્રામ હતો. એજ યાર્નનો ભાવ વર્ષના પહેલાં જ દિવસે બદલાઈને 255 પર પહોંચ્યો હતો. 1 લી ડિસેમ્બરે પોલિયેસ્ટર 50×24નો ભાવ પણ 109થી વધીને 118 પર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details