ગુજરાત

gujarat

Surat Girl Child Molest Case : બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને 7 વર્ષની સજા

By

Published : Jan 22, 2023, 10:31 PM IST

Surat Girl Child Molest Case: બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને 7 વર્ષની સજા

સુરતમાં 8વર્ષની બાળકીનું અપહરણ કરી છેડતીનો પ્રયાસ કરનાર આરોપી હરિહર ચૌહાણને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 12 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

સુરત: આજે 8વર્ષની બાળકીનું અપહરણ કરી છેડતીનો પ્રયાસ કરનાર આરોપી હરિહર ચૌહાણને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે, અને જો દંડ ન ભરે તો વધુ 12 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તથા બાળકીના પરિવારને પણ કોર્ટ દ્વારા 25 હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દિપેશ દવેએ સમાજમાં આ પ્રકારની માનસિકતા ધરાવનાર લોકોને ખ્યાલ આવે તે માટે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દલીલો કરી હતી.

શું હતી ઘટના

સુરત શહેરમાં ચાર વર્ષ પહેલા પુણાગામ વિસ્તારના હદ માં આવેલ સારોલીગામ પાસે હળપતિ વાસમાં રહેતો આરોપી હરિહર ચૌહાણ જેમણે નજીકમાં જ રહેતી 8વર્ષની બાળકીને આવાસના નજીકના ગાર્ડનમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત આરોપીએ બાળકીને લાફો પણ માર્યો હતો. જેને લઈને બાળકીએ બુમાબુમ કરતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા. આરોપી બાળકીને છોડી તરત ભાગી ગયો હતો. આ સાથે જ લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો.

Shraddha murder case: ઓટોપ્સી રિપોર્ટમાં તીક્ષ્ણ હથિયાર ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ

દરમિયાન લોકોએ પોલીસને જાણ કરી હતી. બાળકીના માતા-પિતા પણ આવી પોહ્ચ્યા હતા. આ મામલાને ગંભીરતાથી લઈ માતા પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂર્ણા પોલીસે માતા પિતાની ફરિયાદ લઈ મામલાને ગંભીરતાથી લઈને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી. ચાર્જસીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો.

દંડ ન ભરે તો વધુ 12 માસની સજાનો હુકમ
આ મામલે સરકારી વકીકદિપેશ દવેએ કોર્ટમાં દલીલો કરી હતી કે, આરોપી બાળકીનો કોઈ સગો નથી. કોઈની ઓળખતો નથી અને બાળકીને અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. જેથી સમાજમાં આ પ્રકારની માનસિકતા ધરાવનાર લોકોને ખ્યાલ આવે તે માટે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દલીલો કરી હતી.જેને લઈને આજરોજ નામદાર કોર્ટ દ્વારા આરોપી હરિહર ચૌહાણને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે.અને જો દંડ ન ભરે તો વધુ 12 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details