ગુજરાત

gujarat

સુરત વાલી મંડળ દ્વારા ગરીબ બાળકોને NAMO ટેબલેટ આપવાની માગ

By

Published : Jun 8, 2021, 8:00 PM IST

સુરત સમાચાર

સુરત વાલી મંડળ દ્વારા ગરીબ બાળકોને સરકાર દ્વારા NAMO ટેબ્લેટ આપવામાં આવે તેવી રજૂઆત આજે મંગળવારના રોજ શિક્ષણપ્રધાનને ઇ-મેઇલના માધ્યમથી કરવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતીને કારણે ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણ મેળવવામાં બાળકોને સરળતા રહે તેવા ઉદ્દેશ્યથી વાલી મંડળ દ્વારા સહાયની અપીલ કરવામાં આવી છે.

  • શિક્ષણ પ્રધાનને મેઈલ કરીને સુરત વાલી મંડળે સરકારને કરી રજૂઆત
  • ગરીબ બાળકોને આનલાઈન શિક્ષણ મેળવવામાં તકલીફ ન પડે માટે વાલી મંડળે કરી અપીલ
  • કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને NAMO ટેબલેટ મળી રહે તે માટે શિક્ષણ પ્રધાનને કરાયો ઈ-મેઈલ

સુરત:શહેરના વાલી મંડળ દ્વારા મંગળવારના રોજ રાજ્યના શિક્ષણ પ્રધાન અને રાજ્ય સરકારને NAMO ટેબલેટ બાબતે એક પરિપત્ર ઈ-મેઇલ કરવામાં આવ્યો છે. એ પરિપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, જે પરિવારોમાં ફક્ત એક જ સ્માર્ટફોન હોય અને તે પરિવારના બાળક કોલેજના પ્રથમ વર્ષમાં હોય અને હાલ કોરોનાની પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ લેવામાં તકલીફ પડી રહી હોય તેવા બાળકોને NAMO ટેબલેટ આપવામાં આવે જેથી બાળકોને શિક્ષણ મેળવાવામાં સરળતા રહે.

સુરત વાલી મંડળ દ્વારા ગરીબ બાળકોને NAMO ટેબલેટ આપવાની માગ

આ પણ વાંચો :VNSGUના વિદ્યાર્થીઓને હજૂ સુધી ટેબલેટ આપવા આવ્યા નથી

ઓનલાઈન શિક્ષણમાં સરળતા રહે માટે વાલીઓએ લખ્યો પરિપત્ર

સુરત વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોરોનાની મહામારીમાં સ્કૂલ-કોલેજ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે, ત્યારે જે બાળકો કોલેજના પ્રથમ વર્ષમાં હોય તેવા બાળકોને રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી NAMO ટેબલેટ આપવામાં આવે અને આ ટેબલેટના વપરાશની રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી તાલીમ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઘણાં વિદ્યાર્થીઓ એવા છે કે, જેમના ઘરમાં ફક્ત એક જ સ્માર્ટફોન હશે અને એક જ સ્માર્ટ ફોન દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઇન શિક્ષણ પૂર્ણ કરતા હશે. જેથી રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ વિભાગ તેઓને NAMO ટેબલેટ આપે તો આવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details