ગુજરાત

gujarat

Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા

By

Published : Mar 30, 2023, 8:59 PM IST

વડોદરાથી સુરત ટેમ્પો લઈને ચોરી કરવા આવતા ગેંગના બે શખ્સો ઝડપાયા છે. સુરત શહેરમાં માત્ર મંદિરોમાં રહેલી દાન પેટી અને આભૂષણોને ટેમ્પામાં નાખી ફરાર થઈ જતા હતા. પોલીસે આ શખ્સોને 1,80,000નો મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા
Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા

માત્ર મંદિરને ટાર્ગેટ કરનાર ગેંગના બે સભ્યો ઝડપાયા

સુરત : વડોદરા શહેરથી સુરતમાં ટેમ્પો લઈને આવનાર ગેંગ મંદિર સામે ટેમ્પો ઊભો રાખીને દાન પેટીની ચોરી કરી ફરાર થઈ જતા શખ્સો ઝડપાયા છે. આ ગેંગના બે સાગરિતોને ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી રોકડ 30,000 તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સુરત શહેરના સલાબતપુરા અને ખટોદરા પોલીસ મથકના અનડીટેક્ટ ત્રણ ગુનાઓ ઉકેલી કાઢવામાં આવ્યા હતા.

મંદિરને ટાર્ગેટ કરનાર ગેંગ :સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં માત્ર મંદિરને ટાર્ગેટ કરનાર ગેંગના બે જાગીરતોની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરમાં ચોરીના બનાવ વધી રહ્યા હતા. મંદિરની અંદર લાગેલા CCTV ફૂટેજના આધારે આ ટોળકી સુધી પોલીસ પહોંચી હતી. ખાસ કરીને ખટોદરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી રહી હતી. મંદિરમાં ચોરીની ઘટના ઘણા કારણે સ્થાનિકો અને ખાસ કરીને મંદિરમાં આવનાર ભાવિ ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો :Ahmedabad Crime News : 13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું બુલિયન વેપારીનો કર્મચારી રસ્તામાંથી લઈને થયો ફરાર

1.80 લાખનો મુદ્દામાલ કબજે :આ ગેંગ અંગે સુરતના ACP ઝેડ.આર દેસાઈએ જણાવ્યું હતું કે, ખટોદરા પોલીસ મથકમાં મંદિરની અંદર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી. ખડોદરા પોલીસને માહિતી મળી હતી કે, મંદિરોને ટાર્ગેટ કરનાર ગેંગ હાલ સુરત ખટોદરા વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા રોકડા 30,000 અને ટેમ્પો મળી 1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો :Bhilad Crime: ટેમ્પોમાંથી 39.59 લાખના કોપરની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ

દિવસ દરમિયાન રેકી :મંદિરને નિશાન બનાવનાર ગેંગના સભ્ય આરોપી વિજય ઉર્ફે બોબડો અને કિશનવાદી બન્ને બરોડાના રહેવાસી છે. આ બંને ટેમ્પો લઈને સુરત આવતા હતા. દિવસ દરમિયાન જે તે મંદિરની રેકી કરતા હતા. દિવસ દરમિયાન રેકી કરી આ બાદ આ લોકો રાત્રિના સમયે મંદિરની અંદર ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. એટલું જ નહીં, મંદિરની અંદરના આભૂષણો સહિત દાનપેટી ચોરી કરી ટેમ્પામાં મૂકી વડોદરા ફરાર થઈ જતા હતા.

ABOUT THE AUTHOR

...view details