ગુજરાત

gujarat

Surat Civil Hospital: દર્દી બન્યો માથાનો દુખાવો, તબીબો-નર્સને કહે છે I Love You

By

Published : Apr 7, 2023, 10:48 AM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી આઈ લવ યુ’ બોલી રહ્યો છે. ત્રણ ચાર મહિનાઓથી આ દર્દી મહિલા તબીબો અને નર્સને આઈ લવ યું બોલી હેરાન પરેશાન કરે છે. મન ફાવે ત્યારે આવીને ગમે તે વોર્ડમાં જઈ દાખલ થઇ જાય છે. 24 કલાકમાં 5 વખત હરકત કરતા તબીબો-નર્સ હેરાન પરેશાન થઇ ગયા છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો દર્દી જે મહિલા તબીબો અને નર્સને આઈ લવ યું બોલી હેરાન પરેશાન કરે છે
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો દર્દી જે મહિલા તબીબો અને નર્સને આઈ લવ યું બોલી હેરાન પરેશાન કરે છે

સુરત:નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો દર્દી જોવા મળ્યો છે. જે મહિલા તબીબો અને નર્સને લવ યું બોલી હેરાન પરેશાન કરે છે. મન ફાવે ત્યારે આવીને ગમે તે વોર્ડમાં જઈ દાખલ થઇ જાય છે. ઈચ્છા થાય તો ત્યાંથી ભાગી પણ જાય છે. ગાંડા જેવો હરકતો કરતો આ દર્દી વિશે હોસ્પિટલમાં તબીબો શું કહી રહ્યા છે જાણો.

કોણ છે આ: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો દર્દી જેનું નામ રાકેશ છાવરા છે. જેઓ 32 વર્ષનો છે. ત્રણ ચાર મહિનાઓથી આ દર્દી મહિલા તબીબો અને નર્સને આઈ લવ યું બોલી હેરાન-પરેશાન કરે છે. મન ફાવે ત્યારે આવીને ગમે તે વોર્ડમાં જઈ દાખલ થઇ જાય છે. ઈચ્છા થાય તો ત્યાંથી ભાગી પણ જાય છે. છેલ્લા બે દિવસથી આ દર્દી દ્વારા નર્સને જોઈને પોતાના કપડાં કાઢી ‘આઈ લવ યુ’ બોલી રહ્યો છે. 24 કલાકમાં 5 વખત હરકત કરતા તબીબો-નર્સ હેરાન પરેશાન થઇ ગયા છે.

પોલીસમાં જાણ:જોકે દર્દીને લઈને સિવિલ પોલીસ ચોકીમાં પણ જાણ કરવામાં આવી છે. જોકે પોલીસ દર્દીને માનસિક રોગો સમજીને પોતાના હાથ ઊચા કરી દેતા આ દર્દી હોસ્પિટલ માટે માથાનો દુખાવો બન્યો છે. કેઝ્યુલિટીમાં હાજર કર્મચારીઓને પણ અપશબ્દો બોલીને પરેશાન કરે છે. એના આવા ત્રાસથી હોસ્પિટલ સ્ટાફ પણ કંટાળી ગયો છે.

આ પણ વાંચો Surat News : પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડીને શૂન્ય માર્ક સાથે 250થી 1000નો ફટકાર્યો દંડ

પોલીસને જોઈને તે ભાગી: છેલ્લા ચાર પાંચ મહિનાઓથી આ જ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આ બાબતે અમે વારંવાર સિવિલ પોલીસ ચોકીમાં પણ જાણ કરી છે. પરંતુ પોલીસ કર્મચારીઓ કહે છે કે, તમે એક વખત પોલીસ કંટ્રોલમાં જાણ કરો ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું. જોકે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પહેલાં જ ત્રણથી ચાર વખત પોલીસ કર્મચારીઓ પણ આવ્યા હતા. પરંતુ પોલીસને જોઈને તે ભાગી ગયો હતો.

મોટે મોટેથી રડવા:હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ જ્યારે તેને પકડવા જાય છે ત્યારે તે પોતાના રીતે જ પોતાના શરીર ઉપર બચકા ભરવા લાગે છે. મોટે મોટેથી રડવા પણ લાગે છે. આના કારણે જે તે વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. આ બાબતની જાણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટને પણ કરવામાં આવી છે. તેમણે હવે પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે જણાવ્યું છે. જેથી હવે આ દર્દી ઉપર પોલીસમાં પાકા પાયે ફરિયાદ આપવામાં આવશે.

આ પણ વાંચો Surat Accident : કાર ચાલકે ટક્કર મારતા ફિલ્મી સ્ટાઈલમાં લારી અને યુવક ફંગોળાયા, જૂઓ CCTV

RMOનું નિવેદનઃઆ બાબતે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યુંકે, હા આ પ્રકારનો દર્દી છે. જેનું નામ રાકેશ છાવરા છે. જેઓ 32 વર્ષના છે. છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી આ રીતે હરકતો કરે છે. એની ઘણી બધી ફરિયાદો આવી છે. ઘણી વખત એવું કરે છે કે 108 ને ફોન કરીને પોતે એમ્બ્યુલન્સમાં આવે છે અને બીમાર હોવાનું કહે છે. આમ હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે. મન ફાવે ત્યારે હોસ્પિટલમાંથી જતો રહે છે. તેની સારવાર માટે મહિલા તબીબોને આપ શબ્દો પણ બોલે છે. આ મામલે પગલાં લેવાશે.

ABOUT THE AUTHOR

...view details