ગુજરાત

gujarat

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતની 2030 જેટલી કંપનીઓએ યોજનાનો લાભ લીધો

By

Published : May 25, 2020, 12:43 PM IST

surat

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે કર્મચારીઓ 15 હજારની અંદર પગાર ધરાવે છે. તેઓના ત્રણ મહિના માટે તેમની માસિક આવકના 24 ટકા હિસ્સાની પીએફની રકમ સરકાર તેઓના પીએફ ખાતામાં ડાયરેક્ટ જમા કરવાની હતી. જેમાં હવે સરકારે બીજા 3 મહિના વધારી દીધા છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. સુરતમાં અત્યાર સુધી 2030 જેટલી કંપનીઓએ આ યોજના અંતર્ગત લાભ લીધો છે.

સુરત: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતના પીએફ કચેરી દ્વારા 4000 જેટલી કંપનીઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે. જેમાંથી 2030 જેટલી કંપનીઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેમાં કર્મચારીઓના ખાતામાં માર્ચ અને એપ્રિલના મળીને કુલ 3 કરોડ 96 લાખ જેટલી રકમ ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યા છે. તેમજ આ લાભ હવે કર્મચારીઓને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી મળશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતની 2030 જેટલી કંપનીઓએ આ યોજનાનો લાભ લીધો

ABOUT THE AUTHOR

...view details