ગુજરાત

gujarat

રિક્ષા પાર્કિંગ બાબતે સુરતની નવી સિવિલમાં RMO અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી

By

Published : Dec 28, 2022, 3:54 PM IST

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં RMO અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી (New Civil Hospital Surat RMO fight with Police) થતાં ચકચાર મચી છે. અહીં પોલીસકર્મી એક આરોપીને રિક્ષામાં લઈને (fight with Police Employee for Rickshaw) આવ્યા હતા. ત્યારબાદ આ રિક્ષા ટ્રોમા સેન્ટર (Surat New Civil Hospital Trauma Centre) પાસે પાર્ક કરતા ઝઘડો થયો હતો.

Etv Bharatરિક્ષા પાર્કિંગ બાબતે સુરતની નવી સિવિલમાં RMO અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી
Etv Bharatરિક્ષા પાર્કિંગ બાબતે સુરતની નવી સિવિલમાં RMO અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી

પોલીસવાળાની રિક્ષા છે મેં કહ્યું ઠીક છે, પરંતુ રિક્ષા અહીંથી હટાવી લો તમે

સુરતશહેરની નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital Surat RMO fight with Police) ટ્રોમા સેન્ટર પર તબીબ (Surat New Civil Hospital Trauma Centre) અને પોલીસ વચ્ચે રિક્ષા પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. ટ્રોમા સેન્ટર ઉપર 108 એમ્બુલન્સ અને અન્ય દર્દીઓને હાલાકી ન પડે તે માટે તબીબે રિક્ષાને પાર્કિંગમાં મુકવાનું કહ્યું હતું. ત્યારે બંને વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રિક્ષા પાર્કિંગ બાબતે પોલીસ અને RMO વચ્ચે બોલાચાલીસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર (Surat New Civil Hospital Trauma Centre) પર ગઈકાલે ગઈકાલે લાજપોર જેલમાંથી સારવાર માટે એક આરોપીને રિક્ષામાં લાવવામાં આવ્યો હતો. તે સમયે હોસ્પિટલના RMO ડો. ઓમકાર ચૌધરી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે, ટ્રોમા સેન્ટર (Surat New Civil Hospital Trauma Centre) પર ઈમરજન્સી વાહનો માટે જગ્યા હતી. ત્યાં એક રિક્ષા ઊભી હતી. તે રિક્ષા પોલીસવાળાની હતી અને રિક્ષા હટાવી પાર્કિંગમાં મુકવા બાબતે પોલીસ અને RMO વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

પોલીસવાળાની રિક્ષા છે મેં કહ્યું ઠીક છે, પરંતુ રિક્ષા અહીંથી હટાવી લો તમેઆ અંગે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું (New Civil Hospital Surat RMO fight with Police)હતું કે ગઈકાલે બપોરે 1 વાગ્યાની આસપાસ હું જમવા માટે ઘરે જતો હતો. ત્યારે અહીં ટ્રોમા સેન્ટર (Surat New Civil Hospital Trauma Centre) ઉપર જોયું કે, અહીં એક રિક્ષા ચાલાક આરામથી એક પગ બહાર નાખી બેઠો હતો. મેં તેને કહ્યું કે, તમે અહીંથી તમારી રિક્ષા હટાવી લો. તો તેમણે કહ્યું કે, હું નથી લાવ્યો પોલીસ સાથે લઈને આવી છે. પોલીસવાળાની રિક્ષા છે. મેં કહ્યું ઠીક છે પણ રિક્ષા અહીંથી હટાવી લો તમે.

આ પણ વાંચોરેલવે સ્ટેશન બન્યું રણમેદાન, RPF જવાનોએ રિક્ષાચાલકને ઢસડીને ધોલાઈ કરી

ગમે તે થાય રિક્ષા અહીંથી નહીં હટેવધુમાં તેમણે જણાવ્યું (New Civil Hospital Surat RMO fight with Police)હતું કે, આ અંગે મેં વાત કરતા અન્ય 2 પોલીસકર્મીઓ હતા. તેઓ પણ આવી પહોંચ્યા હતા. મેં તેમને પણ વિનંતી કરી હતી કે, આ વિસ્તારમાં ફક્ત ને ફક્ત 108 એમ્બુલન્સ જેવી ઈમર્જન્સી વાહનો માટે જ છે. એટલે તમારી રિક્ષા હટાવી લો. ત્યારબાદ આ બાબતે બોલાચાલી થઈ હતી. ને પોલીસકર્મીએ કહ્યું હતું કે, તમારે જેને ફોન કરવો હોય કરી લો રિક્ષા તો નહીં જ હટે અહીંથી. બીજી તરફ ડોક્ટરે કહ્યું હતું કે, અત્યારે તો મેં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધી, પરંતુ મારા અધિકારીને આ અંગે જાણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details