ગુજરાત

gujarat

Surat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

By

Published : Jan 22, 2023, 4:13 PM IST

નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પાછી નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર થઇ ગઈ હતી. ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે.

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પાછી નવજાત બાળકીને માતા તરછોડીને ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડ માંથી ગઈકાલે મોડી રાતે 7 દિવસની નવજાત બાળકીને માતાએ તરછોડી જતી રહી હતી. NICU વોર્ડના સ્ટાફ દ્વારા બાળકીના માતાની શોધખોળ કરતા માતા કે પરિવાર કોઈની ભાળ ન મળતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

ફરાર માતાની શોધખોળ શરૂ:આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, ગઈકાલે રાતે જ મને જાણ કરવામાં આવી કે આ પ્રકારની ઘટના બની છે. જેથી મેં તાત્કાલિક જ તેમને પોલીસ ને જાણ કરવા માટે જણાવ્યું હતું. પોલીસને જાણ કરતાં પોલીસે હાલ આ મામલે માતા અને પરિવારની શોધખોળ હાથ ધરી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

આ પણ વાંચો:Rajkot crime: હવસ સંતોષવા સગીરાને બે વ્યક્તિઓએ પીંખી નાખી, સગા બનેવીએ ત્રણવાર ગર્ભપાત કરાવ્યો

બાળકી વધુ સારવાર માટે NICU વોર્ડમાં દાખલ:વધુમાં જણાવ્યું કે, સાત દિવસ પહેલા જ સતાબેન લક્ષ્ણભાઈ સોનવણે જેઓ મૂળ બારડોલીના મઢી સુગર ફેક્ટરી પાસે રહે છે. તેઓને પ્રસુતિની પીડા થતા નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. અને તેમણે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ થયા બાદ બાળકીની તબિયત સારી ના હોવાને કારણે બાળકીને વધુ સારવાર માટે NICU વોર્ડમાં જ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મોડીરાત્રે જ માતા અને પરિવાર કોઈ કારણસર બાળકીને મૂકીને જતાં રહ્યા હતા. અમે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:Ahmedabad Crime News: મકરબામાં વૃદ્ધ દંપતી સાતમા માળે લોહી લુહાણ હાલતમાં મળ્યા, પત્નીનું મૃત્યુ

હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ત્રીજી વખત: ઉલ્લેખનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારની ઘટના ત્રીજી વખત આવી છે. થોડા સમય પહેલા જ એક અજાણી મહિલા દ્વારા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી જ નવજાત બાળકને લઈ ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે બે દિવસમાં જ મહિલાની ધરપકડ કરી હતી અને બાળકનો કબ્જો લઈ માતા પિતાને સોંપી હતો. જોકે ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલના તમામ સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સિક્યુરિટી ગાર્ડને ટ્રેનિંગ તથા તેની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે ફરીથી આવી ઘટના બનતા જ સિક્યુરિટી ગાર્ડ ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, ખાસ કરીને NICU વોર્ડમાં જયારે માતા કોઈ પોતાના અંગત કારણસર બહાર જતી હોય ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડને તેમને આપવામાં આવેલો પાસ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ જ તેમને બહાર જવા દેવામાં આવે છે. પરંતુ તેમ છતાં આવા પ્રકારની ઘટના બનતા સિક્યુરિટી ગાર્ડ ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details