ગુજરાત

gujarat

શું તમે જાણો છો? વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા ક્યાં છે એ, નહીં તો અહીં ક્લીક કરો

By

Published : Feb 4, 2020, 3:57 PM IST

Updated : Feb 4, 2020, 5:04 PM IST

શું તમે જાણો છો? વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા ક્યાં છે એ, નહીં તો અહીં ક્લીક કરો

વિશ્વભરમાં લોકો જાણે છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે, પરંતુ લોકો એ નથી જાણતા કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતમાં છે અને આ પ્રતિમા એક ગ્રામ વજન પણ ધરાવતી નથી આજ કારણ છે કે આ પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાથી નવાજવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ પ્રતિમા 3D ટેકનિકથી બનાવવામાં આવી છે.

સુરત : ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં છે અને સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પણ ગુજરાતમાં છે અને આ બંને રેકોર્ડ સર્જ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતની એક થ્રીડી એનિમેશન બનાવતી કંપનીએ આ કરામત કરી બતાવી છે. રેસિન મટીરીયલથી 13mmની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની રિપલિકા માત્ર 30 મિનિટમાં બનાવવામાં આવી છે, પરંતુ વિચાર ત્યારે શરૂ થઈ ગયો જ્યારે વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી હતી.

શું તમે જાણો છો? વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા ક્યાં છે એ, નહીં તો અહીં ક્લીક કરો
થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન મૂકવામાં આવ્યું હતું. જેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ નકલ બની શકે. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે, પરંતુ 3D ઈફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી લાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે પ્રેમ અને તેમના સમર્પણને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી અને તે જ ઉદ્દેશથી સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતના સુરત શહેરમાં બનાવવામાં આવી છે. જ્યારે બીજુ કારણ છે કે લોકોમાં વિડીયો એનીમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે.વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બાદ હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ પ્રતિમા જાય તેની તજવીજ હાથ ધરાઇ છે, પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી અને વિશાળકાય પ્રતિમા અને સૌથી નાની અને સૌથી સુક્ષ્મ પણ તેમના ગુજરાતમાં છે.
Intro:સુરત : વિશ્વભરમાં લોકો જાણે છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે પરંતુ લોકો એ નથી જાણતા કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતમાં છે. અને આ પ્રતિમા એક ગ્રામ વજન પણ ધરાવતી નથી આજ કારણ છે કે આ પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા થી નવાજવામાં આવ્યું છે સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રતિમા 3d ટેકનિકથી બનાવવામાં આવી છે..


Body:ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં છે અને સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પણ ગુજરાતમાં છે.. અને આ બંને રેકોર્ડ સર્જ્યો છે.. તમે જાણીને આશ્ચર્ય થશે કે સુરતની એક થ્રીડી એનિમેશન બનાવતી કંપનીએ આ કરામત કરી બતાવી છે રેસિન મટીરીયલથી 13mm ની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે.. જેનું વજન પણ એક ગ્રામ જેટલું નથી.. આ નાની રિપલિકા માત્ર 30 મિનિટમાં બનાવવામાં આવી, પરંતુ વિચાર ત્યારે શરૂ થઈ ગયું જ્યારે વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી હતી..

થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.. અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન મૂકવામાં આવ્યું હતું.જેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આબેહૂબ નકલ બની શકે.. આ પ્રતિમા આટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે.પરંતુ 3ડી ઈફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી લાગે છે.. સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે પ્રેમ અને તેમના સમર્પણને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી અને આ જ ઉદ્દેશથી સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતના સુરત શહેરમાં બનાવવામાં આવી છે.. જ્યારે બીજુ કારણ છે કે લોકોમાં વિડીયો એનીમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે..

Conclusion:વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બાદ હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા આ પ્રતિમા જાય તેની તજવીજ હાથ ધરાઇ છે પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઊંચી અને વિશાળકાય પ્રતિમા અને સૌથી નાની અને હલકી પ્રતિમા પણ તેમના ગુજરાતમાં છે..

બાઈટ હાર્દિક પટેલ ( પ્રતિમા બનાવનાર)
Last Updated :Feb 4, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details