ગુજરાત

gujarat

Bhavnagar Crime : ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો, મહુવામાં બન્યો હતો બનાવ

By

Published : May 19, 2023, 3:35 PM IST

ભાવનગર જિલ્લાના મહુવામાં યુવતીને એકલી મૂકીને બહાર ગયેલા માતાપિતાની ગેરહાજરીમાં વિધર્મી યુવકે ઘરમાં ઘૂસીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ ફરિયાદને પગલે મહુવા પોલીસે આરોપી વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે.

Bhavnagar Crime : ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો, મહુવામાં બન્યો હતો બનાવ
Bhavnagar Crime : ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો, મહુવામાં બન્યો હતો બનાવ

ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી વિધર્મી યુવાન દ્વારા યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાયેલી ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં મહુવા પોલીસે આરોપી વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે. મહુવા પોલીસે યુવાનને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ક્યારે બન્યો બનાવ : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતી યુવતીને વિધર્મી યુવકે યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નવાબખાન હુસૈનખાન પઠાણ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. બનાવની સંપૂર્ણ વિગત એવી છે કે મહુવા શહેરમાં રહેતી યુવતી ગત તારીખ 16/5/23 ના રોજ સાંજના ચારેક કલાકના સુમારે ઘરે એકલી સૂતી હતી. આ દરમ્યાન યુવતીની એકલતાનો લાભ લઈ મહુવા શહેરમાં રહેતો વિધર્મી યુવાન નવાબખાન પઠાણ યુવતીની નજીક પહોંચીને મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. સાથે યુવતીને ધમકી આપી હતી કે જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી વિધર્મી ભાગી ગયો હતો.

આરોપી વિધર્મી યુવકની ધરપકડ : મહુવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ફરાર થયેલા યુવાનની શોધખોળ કરીને ધરપકડ કરી હતી. યુવાનની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી અને વધુ તપાસ બાદ ધરપકડ કરી હતી. મહુવા પોલીસ દ્વારા બનાવની પુષ્ટિ કરવામાં આવી હતી.

હા, ઘરમાં ઘૂસીને દુષ્કર્મની ફરિયાદમાં હાલમાં નવબખાન પઠાણને ઝડપી લેવામાં આવ્યો છે. આ પ્રકારના અન્ય કિસ્સાઓ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આરોપી યુવકની સામે અન્ય ગુન્હાઓ નોંધાયેલા છે. એમ. એ. દેસાઈ (મહુવા પોલીસ સ્ટેશનના સીપીઆઈ)

દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન : મહુવા શહેરમાં થોડા સમયમાં બેથી ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. કેટલાક બનાવોમાં પરિવારો પોતાની શાખ સમાજમા બગડવાના ડરથી પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યા પણ નહીં હોય. ત્યારે લોકોમાં બનાવને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ ચારે તરફ ચર્ચા જાગી છે. દરેક માતાપિતાએ પોતાની દીકરીઓને ઘરે એકલા મૂકીને જતા પહેલા પણ ચેતી જવું પડશે. મહુવાની ઘટના દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન જાણી સતર્ક રહેવા અને જાગૃત થવા જરૂર ઈશારો કરે છે.

ABOUT THE AUTHOR

...view details