સાબરકાંઠા:હિંમતનગરના ગાંભોઈ નજીક જમીનમાં દાટેલ અવસ્થામાં બાળકી મળી (girl was buried in ground)આવ્યા બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયેલી છે. જોકે આજે અચાનક તેની તબિયત વધુ લથડતા વેલ્ટીનેટર ઉપર મૂકવાની નોબત (newborn girl in Himmatnagar)આવી છે. તેમજ વિશેષ ડોક્ટરની પણ સુવિધા ઉભી કરાઈ છે. હિંમતનગર સિવિલ વિભાગ દ્વારા દીકરીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી -સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીકથી જમીનમાં દાટેલી (Girl buried in the ground found alive) અવસ્થામાં મળી આવેલી બાળકીની સ્થિતિ ગતરોજ કરતા આજે વધુ ગંભીર થઈ છે. આજે સવારે બાળકીને અચાનક મગજની હેડકી આવતા તેને તાત્કાલિક ધોરણે વેલ્ડીનેટર ઉપર મૂકવાની સ્થિતિ સર્જાય છે. તેમ જ રક્તકણ સહિત શ્વેતકણ પણ આપવામાં આવ્યા છે. નવજાત શિશુ માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી