ગુજરાત

gujarat

સાબરકાંઠાનું પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

By

Published : May 22, 2021, 12:58 PM IST

સાબરકાંઠાનું પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર આગામી 30મે સુધી બંધ રાખવામાં આવશે. 20મેથી મંદિર ખુલવાનું હતું. પરંતુ કોરોના મહામારી યથાવત રહેતા મંદિરના ટ્રસ્ટી દ્વારા આગામી 30મે સુધી મંદિર બંધ રહેશે. જો કે, સોશિયલ મીડિયા પર માતાજીના દર્શન ભક્તો કરી શકશે.

ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ
ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

  • સાબરકાંઠાનું પ્રખ્યાત અંબાજી મંદિર વધુ 10 દિવસ સુધી રહેશે બંધ
  • અંબાજી મંદિર 31મેથી ભક્તો માટે ખોલવામાં આવશે
  • સોશિયલ મીડિયા ઉપર માતાજીના દર્શન થઇ શકશે

સાબરકાંઠાઃ પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર વધુ 30મે સુધી બંધ રહેશે. બંધ રાખવા માટેનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવે છે. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હોત તો 20મેથી મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું હોત. પરંતુ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જતું હોવાના પગલે ટ્રસ્ટી મંડળ સહિત વહિવટી તંત્ર દ્વારા આગામી 31મેથી ભક્તોને જગત જનની માં જગદંબાના દર્શન થઇ શકશે.

ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

આ પણ વાંચોઃવધતા કોરોના સંક્રમણના કારણે સાંકરીનું સ્વામિનારાયણ મંદીર દર્શન માટે કરાયું બંધ

પૂજા,આરતી અને વિધિ બંધ બારણે કરવામાં આવશે

સોશિયલ મીડિયા પર માતાજીના દર્શન ભક્તો કરી શકશે, તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના મહામારીને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં આગામી 30મે સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. પરંતુ પૂજા,આરતી અને વિધિ બંધ બારણે કરવામાં આવશે તેમજ ભક્તો માટે મંદિરના દ્વાર 30મે સુધી બંધ રાખવાનો હાલ પૂરતો નિર્ણય લેવાયો છે.

ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

આગામી 30મી સુધી જગત જનની માં જગદંબાના દર્શન થઇ શકશે નહીં

કોરોના મહામારી દિન-પ્રતિદિન વધતી જતી હોવાના કારણે ખેડબ્રહ્મા માં અંબાજી ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા આગામી 30મી સુધી જગત જનની માં જગદંબાના દર્શન થઇ શકશે નહીં. જેમાં માં અંબાજીના દર્શન માટે લાખોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની સંભાવનાને જોતા વધુ 10 દિવસ સુધી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે.

ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

આ પણ વાંચોઃકોરોના સંકટને કારણે 15 જૂન સુધી પુરી જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે

દર્શન માટે વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર લાઇવ કવરેજ ચાલુ રહેશે

જગદંબાના દર્શન માટે વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર લાઇવ કવરેજ ચાલુ રહેશે. જેના પગલે સીધા દર્શન કરી શકાશે. જો કે, આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધશે તો અંબાજી ટ્રસ્ટ દ્વારા હજુ પણ મંદિરના દ્વાર બંધ રાખવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે. ત્યારે જોવું રહ્યું છે કે, આગામી સમયમાં કોરોના સંક્રમણ અંતર્ગત જગતજનની જગદંબાના દર્શન ક્યારે થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details