- ઝારખંડનો વિધર્મી યુવક પરિણીતાને ભગાડવા જતા ઝડપાયો
- Facebook IDથી મહિલાને સતામણી કરી હતી
- લવ જેહાદ મામલે સમગ્ર વિસ્તારમાં હંગામો સર્જાયો
સાબરકાંઠા :સાબરકાંઠાના ઇડરના બસ સ્ટેન્ડમાં બુધવારે ઝારખંડથી આવેલા વિધર્મી યુવકે વડાલીની પરણિતાને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. યુવકે ફેસબુક પર વિવિધ ID બનાવીને પરિણીતાને લોભામણી કરીને આકર્ષિત કરી હતી. જોકે, વિવિધ સંગઠનો દ્બારા બન્નેને ઝડપી લઇને ઇડર પોલીસને સોંપી દીધા છે. વડાલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબુક મારફતે સંપર્ક કરીને લોભામણી
સાબરકાંઠાના વડાલીમાં પરિણીતાને ઝારખંડના વિધર્મી યુવકે ફેસબુક મારફતે સંપર્ક કરી વિવિધ IDઓ થકી તેને લલચામણી અને લોભામણી બાબતોથી આકર્ષિત કરી હતી. જેના પગલે આજે ઝારખંડથી આવેલા યુવકે વડાલીથી પરણિતાને લઈ ઈડર બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો હતો. સાથે-સાથે પરિણીતાને આજે જ ઈડરથી ઝારખંડ લઈ જવા રવાના થયો હતો. જોકે, વિવિધ સંગઠનો સહિત પોલીસે આ મામલે સતત આવતા યુવકને ઈડર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લેવાયો હતો. ઇડર પોલીસ મથકે રજૂ કરાયા બાદ ઇડર પોલીસે આ મામલે વડાલી પોલીસને જાણ કરતા યુગલને વડાલી પોલીસ મથકે રજૂ કરાયા છે. જો કે, લવ જેહાદના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો હતો.