ગુજરાત

gujarat

હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે, સ્થાનિકોમાં ખુશીનો માહોલ

By

Published : Aug 23, 2020, 10:36 PM IST

હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલા વરસાદને પગલે હિંમતનગરની હાથમતી નદીમાં પણ ઘોડાપુર આવતા હિંમતનગરના શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

હાથમતી નદી
હાથમતી નદી

સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલા અનરાધાર વરસાદના પગલે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધારે વરસાદના પગલે નદી નાળામાં વિપુલ માત્રામાં પાણીની આવક નોંધાઇ છે, ત્યારે હિંમતનગર નજીક પસાર થતી હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

હિંમતનગર હાથમતી નદીમાં ઘોડાપૂર આવવાના પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જોકે હાથમતી નદીમાં ઘણા લાંબા સમય પછી નદી બે કાંઠે થતા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે કુદરતી માહોલ જોવા એકઠા થયા હતા.

તેમજ હજુ પણ વરસાદ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં હિંમતનગર હાથમતી નદીમાં વધારે પૂર આવવાની પૂર્ણ સંભાવનાઓ રહેલી છે, ત્યારે નદી પાર કરનારા લોકોને સ્થાનિક તંત્ર દ્વારા હાલ પૂરતી મનાઇ કરવામાં આવી છે સાથોસાથ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે હિંમતનગર ભોલેશ્વર વચ્ચેનો સ્લેબ બંધ કરવામાં આવ્યો છે.

જોકે વરસાદી માહોલમાં વહીવટી તંત્ર દ્વારા વધુ સાવચેતીની જરૂરિયાત છે. તેમજ અગમચેતીના ભાગરૂપે નદી પાર કરવા સ્થાનિકોના હિત માટે પ્રતિબંધ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details