ગુજરાત

gujarat

જેતપુરમાં રોડ રસ્તા અને પાણી સમસ્યાઃ મહિલાઓ, પુરુષો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું અને હલ્લાબોલ

By

Published : Mar 6, 2021, 7:46 PM IST

રાજકોટ જિલ્લાના જેતપુરમાં વોર્ડ નંબર 7માં આવતા વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને સફાઈની સમસ્યાઓના કારણે સ્થાનિકો દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સાથે તેમના વિસ્તારના સુધરાઈ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તેમજ જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી.

જેતપુરમાં રોડ રસ્તા અને પાણી સમસ્યાઃ મહિલાઓ, પુરુષો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું અને હલ્લાબોલ
જેતપુરમાં રોડ રસ્તા અને પાણી સમસ્યાઃ મહિલાઓ, પુરુષો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું અને હલ્લાબોલ

  • રોડ રસ્તા પાણી અને સફાઈની સમસ્યાઓને કારણે કાઢવામાં આવ્યું સરઘસ
  • સુધરાઈ સભ્યોનો કરવામાં આવ્યો ઘેરાવો
  • હલ્લાબોલ કાર્યક્રમમાં જોડાયા મહિલાઓ પુરુષો અને યુવાનો

રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરમાં વોર્ડ નંબર 7ના લોકો દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઈની સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠીને રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મહિલાઓ વધુ માત્રામાં જોડાઈ હતી. સાથે જ પુરુષો અને યુવાનો પણ જોડાયા હતાં. માઇક અને લાઉડ સ્પીકર સાથે રેલી યોજવામાં આવી હતી.જેમાં વોર્ડ નંબર 7ના વિસ્તારના લોકો દ્વારા ચૂંટાયેલા સુધરાઈ સભ્યો ઉપર પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ રેલીની શરૂઆત વોર્ડ નંબર 7માં આવેલી બાપુની વાડી વિસ્તારમાંથી કરવામાં આવી હતી.

લોકો દ્વારા સરઘસ કાઢી સુધરાઈ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો

આ પણ વાંચોઃજેતપુર નગરપાલિકાની મહિલાઓ દ્વારા રોડ, રસ્તા, ગંદકી, પાણી પ્રશ્ને આવેદન

ચૂંટાયેલા મહિલા સદસ્યોની જગ્યાએ તેમના પતિ જવાબ આપવા માટે ઉતાવળા થયાં

વોર્ડ નંબર 7ની રોષે ભરાયેલી મહિલાઓ તેમના વોર્ડના ચૂંટાયેલા મહિલા સદસ્ય ગીતાબેન જાંબુકિયાને ઘરે પહોંચી હતી અને તેમણે રજૂઆત કરતાં તેઓએ એવો આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો કે 'મને આ બાબતની ખબર ન હોય. મારા પતિ જ બધું સંભાળે છે' મહિલા સુધરાઈ સભ્યને જ ખબર નહોતી કે પોતે કઈ સમિતિના ચેરમેન છે.

ચૂંટાયેલા મહિલા સદસ્યે 'મારા પતિ જ બધું સંભાળે છે' તેવો જવાબ આપ્યો

ત્યારબાદ વોર્ડ નંબર 7ના સેનિટેશન સમિતિના ચેરમેન સ્વાતિબેનના ઘરે મહિલાઓ પહોંચી ત્યારે તેઓ પણ જવાબ આપી શક્યાં ન હતાં અને તેમના પતિએ જવાબ આપવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે તેમની સામે મહિલાઓએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે જેમણે સત્તા આપવામાં આવી છે તેમને કશી ખબર ન હોય તો તેમના પતિના જવાબથી તેમને સંતોષ કેવી રીતે હોઈ શકે? આ હલ્લાબોલ રેલી જેતપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જેતપુર નગરપાલિકાની ઓફિસ પહોંચી હતી કે જ્યાં ફરજ પરના અધિકારીને લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પોતાની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details