ગુજરાત

gujarat

Vajubhai Vala Statement on Religion : રાજકોટમાં વીએચપીની જન્માષ્ટમી શોભાયાત્રામાં વજુભાઈ વાળાનું ધર્મમાં સંઘર્ષ અંગે સૂચક નિવેદન

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 9:56 PM IST

રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં રાજકોટના મોટાભાગના સાધુસંતો અને મહંતો ઉપસ્થિત હતાં. જોકે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કે મહંત તેમાં આવ્યાં ન હતાં. જોકે કાર્યક્રમમાં આવેલા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું ધર્મમાં સંઘર્ષને લઇને કરેલું નિવેદન સૂચક હતું.

Janmashtami 2023 : રાજકોટમાં વીએચપીની જન્માષ્ટમી શોભાયાત્રા, વજુભાઈ વાળાનું ધર્મમાં સંઘર્ષ અંગે સૂચક નિવેદન
Janmashtami 2023 : રાજકોટમાં વીએચપીની જન્માષ્ટમી શોભાયાત્રા, વજુભાઈ વાળાનું ધર્મમાં સંઘર્ષ અંગે સૂચક નિવેદન

ધર્મમાં સંઘર્ષને લઇને કરેલું નિવેદન

રાજકોટ : આજે જન્માષ્ટમીનો તહેવાર છે. એવામાં દેશભરમાં આજના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. એવામાં રાજકોટના મોટાભાગના સાધુસંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતાં. પરંતુ સાળંગપુર સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીના ચિત્ર વિવાદ થયા બાદ રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો આ કાર્યક્રમમાં જોવા મળ્યાં નહોતા. જેને લઇને અનેક તર્કવિતર્કો સર્જાયા હતાં.

સ્વામિનારાયણના સંતોની ગેરહાજરી : જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા નહોતા. એવામાં સમગ્ર વિવાદ મામલે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે કોઈપણ વિવાદ ઊભો થાય તેનું નિરાકરણ સંવાદથી થઈ શકે. સંઘર્ષ હોઇ ન શકે.ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજીના ચિત્ર મામલે ભારે વિવાદ થયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાલ સનાતન ધર્મના કાર્યક્રમમાં જવાનું ટાળી રહ્યા છે...

જે પણ પુસ્તકમાં લખેલું હોય અને કૃતિરુપેે જે પણ આવેલું હોય અને ભૂલ હોય તેમાં ધર્મ વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ અને સમન્વયથી આનું નિરાકરણ કરવું જોઈએ...વજુભાઈ વાળા (કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ)

ભાજપ દિગ્ગજ નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર : ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે કૃષ્ણ જન્મોત્સવ છે. ત્યારે કૃષ્ણ ભગવાને સમગ્ર વિશ્વને ઉદ્દેશ આપ્યો છે. કૃષ્ણમ વંદે જગતગુરુ એટલે કે જગતગુરુનું વિરુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણએ પ્રાપ્ત કર્યું છે. એવામાં આવા વ્યક્તિના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને સમસ્ત હિંદુ ધર્મ અને ભારત વર્ષનું ઉત્કર્ષ કરીએ એવી ભાવના સાથે આજે કૃષ્ણ જન્મ મહોત્સવનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણની વિચારધારા અને તેમને આપેલો ઉદ્દેશ સમગ્ર વિશ્વને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. ભારતના લોકો માટે પ્રમાણિકતા અને નિષ્ઠાવાન થઈને જીવન જીવવું તેમ જ ધર્મ દેશ માટે સમર્પિત થવું તે અંગેનું સંદેશો આપે છે જેમાં અમે પણ સહભાગી થયા છીએ..

  1. Janmashtami 2023 : જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશિષ્ટ રથમાં બેસી નગરયાત્રાએ નીકળ્યા
  2. Janmashtami 2023: ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આબેહુબ કૃષ્ણ વાટીકા બનાવાઈ, બાળકોએ કૃષ્ણના જીવનના પ્રસંગોનું આબેહૂબ ચિત્રણ રજૂ કર્યું
  3. Janmashtami 2023: કાશી વિશ્વનાથ મંદિરમાં બુધવારે મોડી રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ABOUT THE AUTHOR

...view details