- મેયરે મુખ્યપ્રધાનને પાણી માટે લખ્યો પત્ર
- રાજકોટના વિવિધ જળાશયોમાં ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી
- દૌનિક કોર્પોરેશન દ્વારા 20 મિનિટ જેટલું પાણી અપાયું
રાજકોટ :મેયર ડો. પ્રદીપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આગામી દિવસોમાં જો વરસાદ નહિ આવે તો રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાશે. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટના વિવિધ જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જ્યારે હાલ ચોમાસુ શરૂ છે એવામાં રાજકોટના વિવિધ જળાશયોમાં આગામી ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે. જેને લઇને આ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આણંદના ગંગદેવનગર વિસ્તારમાં દૂષિત પાણીથી પ્રજા ત્રસ્ત, તંત્ર ઘોર નિદ્રામાં
દરરોજ 20 મિનિટ પાણી અપાય
મુખ્યપ્રધાનના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં દૌનિક કોર્પોરેશન દ્વારા 20 મિનિટ જેટલું પાણી આપવામાં આવે છે. ત્યારે આ પાણી ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું છે. એવામાં રાજકોટ સહિત રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે. ત્યારે વરસાદ પાછો ખેંચવાના કારણે જળાશયોમાં નવા નીરની આવક નથી. જેને લઇને રાજકોટમાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે શહેરમાં પાણીની સમસ્યા સર્જાય તે અગાઉ જ મેયર દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે.