ગુજરાત

gujarat

Diwali 2023: ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ, જે બની રહી છે આકર્ષણનું કેન્દ્ર

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 1:37 PM IST

Updated : Nov 13, 2023, 4:13 PM IST

દિવાળી પર્વે ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી એટલી આબેહુબ છે કે જોનારની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. લોકોને આશ્ચર્ય ચકિત કરતી રંગોળી વિશે વાંચો વિગતવાર

ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ
ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ

આ રંગોળીમાં 15 વાનરો, શનિદેવ, રામ સીતાની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે

ગોંડલઃ દિવાળી એટલે રોશની અને રંગોનો તહેવાર. રોશની માટે લોકો દીવા પ્રગટાવે છે જ્યારે રંગોથી દિવાળી ઉજવવા લોકો રંગોળી પૂરતા હોય છે. રાજકોટના ગોંડલમાં એક વિશિષ્ટ અને વિશાળકાય રંગોળી સૌનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં કષ્ટભંજન હનુમાનજીની આબેહુબ છબી ઉપસાવવામાં આવી છે. આ રંગોળી જોનારની મોઢામાંથી વાહ...વાહ સરી પડે છે.

રંગોળી વિશેઃ ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની આબેહુબ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીનું કદ 8X12 સ્કેવર ફિટ છે. આ રંગોળી તૈયાર કરવામાં 30 કલાકથી વધુનો સમય લાગ્યો છે તેમજ 22 કિલો જેટલા જુદા જુદા 15 કલર વાપરવામાં આવ્યા છે. આ વિશાળકાય રંગોળીમાં કષ્ટભંજન હનુમાનજી ઉપરાંત 13 વાનર, સ્ત્રીરુપમાં શનિ દેવ, રામ સીતા અને 3 ફિટની આંકડાના ફુલોની માળાની છબી ઉપસાવામાં આવી છે. આ રંગોળીમાં કોઈ પ્રકારના મશિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે કોઈ ટેકનોલોજી વપરાઈ નથી. આ રંગોળી બે યુવતિઓએ હાથથી તૈયાર કરી છે.

અચાનક આવ્યો વિચારઃ ગોંડલમાં શ્યામવાડી વિસ્તારમાં જિમ જતી યુવતી અને તેના કોચને એક વાર વાતો કરતા કરતા અચાનક આ રંગોળીનો વિચાર આવ્યો હતો. જો કે રંગોળી કયાં કરવાથી મોટી સંખ્યામાં લોકો તેને જોઈ શકે તેનો આનંદ માણી શકે તે મોટો પ્રશ્ન હતો. ઘણા મનોમંથન બાદ જિમના ફલોર પર આ રંગોળી કરવાનું નક્ક કરવામાં આવ્યું. ત્યારબાદ શરુ થઈ 30થી 35 કલાકની મહેનત અને જહેમત. આ રંગોળી તૈયાર કરનાર યુવતીઓને તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે. જિમના મેમ્બર્સ ઉપરાંત અન્ય લોકો પણ આ રંગોળી જોવા માટે આ જિમની ખાસ મુલાકાત લે છે. જેને પણ આ રંગોળી જોઈ છે તેણે આ બંને યુવતીઓની પ્રશંસા કરી છે.

હું દર વર્ષે રંગોળી બનાવું છું, પણ આ વર્ષે મેં અનોખી રંગોળી બનાવવાનું વિચાર્યુ હતું. મેં અને મારા જિમ ટ્રેનરે વાતચીત દરમિયાન નક્કી કર્યુ કે સાળંગપુરના કષ્ટભંજન હનુમાન જેવી આબેહુબ અને વિશાળકાય રંગોળી તૈયાર કરવી છે. આ રંગોળી કરવામાં 22 કિલોગ્રામના જુદા જુદા કલર્સનો ઉપયોગ કરાયો છે. આ રંગોળીને તૈયાર કરતા અમને 30 કલાકથી વધુનો સમય લાગ્યો છે. આ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે...પૂજા તળાવિયા(રંગોળી કરનાર, ગોંડલ)

  1. Diwali 2023 : ચંદ્રયાન, G20 અને વર્લ્ડ કપની રંગોળીની છટા છવાઇ, પણ સ્પર્ધકોમાં 14 વર્ષે ઘટાડો, જાણો કેમ
  2. Diwali 2023 : દિવાળીના તહેવારને લઈને યુવા કલાકારોમાં જોવા મળ્યો થનગનાટ, તહેવારને અનુરૂપ રંગોળી કલા કરી પ્રદર્શિત
Last Updated :Nov 13, 2023, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details