- સરપંચ પિતા દ્વારા પુત્રી અંજનાબેનને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ
- ઉપલેટામાં ભાજપ પર આક્ષેપો લગાવતા ગઢાળાના સરપંચ નારણભાઈ આહીર
- ભાજપ દ્વારા 25 લાખ આપી ડુમીયાણી તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યને ગેરહાજર કર્યા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી બાદ ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ લાગ્યા હતા. જેમાં ઉપલેટાના ગઢાળાના સરપંચ નારણભાઈ આહીર દ્વારા ભાજપ ઉપર કોંગ્રેસના સભ્યને 25 લાખ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ઉપલેટામાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી બાદ ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ આ પણ વાંચો:તળાજા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ
સરપંચ પિતા દ્વારા પુત્રી અંજનાબેનને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ
ઉપલેટાના ગઢાડાના સરપંચ નારણભાઇ આહીર દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પુત્રી કે જે ઉપલેટા તાલુકા પંચાયતની ડુમીયાણી સીટ પરથી તાલુકા પંચાયતના સદસ્ય છે. નારણભાઇ આહીરે પોતાની દીકરીને ભાજપે 25 રૂપિયા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નારણભાઈ આહીરે વધુમાં જણાવ્યું હતું કે, તેમની દીકરીના પતિ અને સાસરિયા દ્વારા પૈસાનો વહીવટ કરાયો હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અપક્ષ ચૂંટાઈ આવેલા ઉમેદવારો ભાજપ-કોંગ્રેસમાં જોડાતા ઉપલેટાના રાજકારણમાં ગરમાવો