ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News : પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ વિભાગની મેગા ડ્રાઈવનો ફિયાસ્કો, જુઓ શું થયું...

પોરબંદરમાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ 6 ટીમ બનાવી બરડા ડુંગર વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ઉપર મેગા ડ્રાઈવ યોજી રેડ પાડવામાં આવી હતી. પરંતુ આ મેગા ડ્રાઈવનો જાણે ફિયાસ્કો થયો હોય તેમ એક પણ આરોપીને પકડ્યા વગર પોલીસ પરત ફરી હતી.

Porbandar News
Porbandar News

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 7:31 PM IST

પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ વિભાગની મેગા ડ્રાઈવનો ફિયાસ્કો

પોરબંદર :ગતરોજ પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં દારૂની બદી ડામવા માટે મેગા ડ્રાઇવનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર SP ભગીરથ જાડેજા પણ જોડાયા હતા. સવારથી સાંજ સુધી યોજાયેલ આ ઓપરેશનમાં પોલીસે અલગ અલગ છ જેટલી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી. પરંતુ રેડ દરમિયાન એક પણ આરોપીને ઝડપવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. સાંજે 6 ટીમ માત્ર છ દારૂની ભઠ્ઠીનો નાશ કરી પરત ફરી હતી. આમ આ મેગા ઓપરેશનનો ફિયાસ્કો થયો હતો.

દારૂની બદી ડામવા ઓપરેશન : પોરબંદર પોલીસ સ્ટાફ, LCB પોલીસ સ્ટાફ, બગવદર પોલીસ સ્ટાફ, પેરોલ ફર્લો સ્ટાફ તથા DySP કચેરી સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફને સાથે રાખી 6 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ બરડા ડુંગર વિસ્તારમાં 6 અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી.

પોરબંદર પોલીસ વિભાગ ઓપરેશન, આરોપીઓના નામ મળ્યા પણ આરોપી ન મળ્યા

  • રાણાવાવના રાજુ ભીમા ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 600 લીટર દારૂનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 2400 રૂપિયાનો મુદ્દામાલ
  • આદિત્યાણા ગામમાં હરેશ વેજાભાઈ ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 3200 રૂપિયાનો મુદ્દામાલ
  • આદિત્યાણા ગામમાં લાખા હમીર ગુરુકુટીયાની ભઠ્ઠીમાંથી 60 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 4,000 રૂપિયાનો મુદ્દામાલ
  • ગોગા બાધાભાઈ તાપડીયા કથારા મેસવાડાની દારૂની ભઠ્ઠીમાંથી 1000 લીટર દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 6850 રૂપિયાનો મુદ્દામાલ
  • સાજણ ઉર્ફે ભદો જીવાભાઇ રબારી કાઢી યા નેસવાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો 1600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 8600 રુપિયાનો મુદ્દામાલ
  • કોષા કાળાભાઈ કટારાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો 1600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 9,500 રૂપિયાનો મુદ્દામાલ

શું આરોપીઓને બાતમી મળે છે ?પોરબંદર પોલીસ વિભાગની મેગા ડ્રાઈવમાં દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી છે, પરંતુ એક પણ આરોપી ઝડપાયો નથી. આ અગાઉ પણ આ પ્રકારના જ બનાવો બન્યા છે. જ્યારે પણ પોલીસ બરડા ડુંગર વિસ્તારમાં મેગા ડ્રાઇવ અથવા રેડ કરે છે, ત્યારે માત્ર દારૂની ભઠ્ઠી જ પકડાય છે અને આરોપીઓ નાસી જાય છે. આ બાબતે લોકોમાં પણ ભારે ચર્ચા થઈ છે. પોલીસ જ્યાં દરોડા પાડવાની હોય તે પહેલાં આરોપીઓને તમામ બાતમી મળી જતી હોય અને આ બાબત લીક થઈ જતી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

  1. Porbandar News: પોરબંદર પાલિકામાં પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું આયોજન, સામાન્ય સભા એક કલાક ચાલી
  2. Porbandar News: જેતપુરનું ગંદુ પાણી દરિયામાં છોડવા અંગેનો પ્રોજેકટ મંજુર થતા ખારવા સમાજમાં રોષ

ABOUT THE AUTHOR

...view details