ગુજરાત

gujarat

જન્માષ્ટમી નિમિત્તે પોરબંદરના ડો.નૂતન ગોકણીનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

By

Published : Aug 30, 2021, 5:32 PM IST

ડો.નૂતન ગોકણી

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે પોરબંદરના ડો.નૂતન ગોકણીએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

હે કૃષ્ણ !

આજે તો તારી લીલાનો મોટો ચમત્કાર...

આજે તો તારું પ્રાગટ્ય ....

હું તો પૂછું તું ફરી આવીશ ??? તને મન ભરીને જોવો છે..

તારી બાળ લીલાઓ માણવી છે,

તારું વૃંદાવન, ગોકુળ, મથુરા તારી સાથે જોવું છે..

રાધા-ગોપી સંગ તારી ક્રીડાઓ જોવી રહી ના જાય..

તારો વિષ્ણુ અવતાર જોવો છે...

તારો દ્રૌપદીનો સખી પ્રેમ તો કુરુક્ષેત્રમાં પૂરો થયો તે નિહાળવો જરૂરી...

હે પાર્થેય ! અર્જુન સાથેનો ગીતા સાર ફરીથી કહીશ ને??

તારો પતિ તરીકે પ્રેમ,

પિતા તરીકે પ્રેમ,

જાણે જોયો જ નહિ..

ફરીથી તે રીલ ચાલુ કરીશ ને??

બદલાય ગઈ તારી દુનિયા તારા ગયા પછી કેટલીય,

ફરી એને નવો ઓપ આપીશ?

હાલને કાળિયા!

નદી, વનરાઈ તારા તાલની રાહ જોવે છે,

પેલો મારા ગામનો દરિયો તારી રાહ જોવે..

ને તારો ભેરુ હજુ તારી રાહ જોતો અડીખમ તાંદુલ ખાય છે,

કરી શકે તો ...જો મને જોઈએ તારો એક ચમત્કાર...

આખાય વિશ્વને ફરી તારા સમયમાં લઇ જાને...

ફરી ગોકુળિયું અને ફરી વૃંદાવન રચને...

ફરી એ હરિયાળીને એ પવિત્રતા દેને !

હે કૃષ્ણ !

આજે તારું પ્રાગટ્ય, આ સંસાર ફરી હેમ નો કરને... !!

પાછો આવને.. 🙏🙏

ડો.નૂતન ગોકણી

ABOUT THE AUTHOR

...view details