ગુજરાત

gujarat

પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયમાં ધ્વજવંદન કરાયું

By

Published : Aug 15, 2021, 11:55 AM IST

પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરાયું

પોરબંદર શહેરમાં દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે અનોખી રીતે ધ્વજ વંદન કરવામાં આવે છે. આ કાર્ય પાછળનો હેતુ લોકોમાં વધુમાં વધુ રાષ્ટ્ર પ્રેમનો સંદેશો આપવાનો છે અને ભારત દેશના લોકો હંમેશા સાહસિકવૃત્તિ રહેલી છે. ત્યારે પોરબંદરની શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આજરોજ 21 મી વખત સમુદ્ર વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

  • ઘૂઘવતા સમુદ્રમાં ધ્વજ વંદન કરવું સાહસિક કાર્ય
  • 21 મી વાર શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા યોજાયું ધ્વજવંદન
  • ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન પણ સમુદ્રમાં જ કરાયું

પોરબંદર:શહેરમાં દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે અનોખી રીતે ધ્વજ વંદન કરવામાં આવે છે. શ્રીરામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયામાં જઈને ઝંડો ફરકાવવામાં આવે છે અને સલામી આપવામાં આવે છે તથા રાષ્ટ્રગાન પણ સમુદ્રની મધ્યમાં જ કરવામાં આવે છે. આ કાર્ય પાછળનો હેતુ લોકોમાં વધુમાં વધુ રાષ્ટ્ર પ્રેમનો સંદેશો આપવાનો છે અને ભારત દેશના લોકો હંમેશા સાહસિકવૃત્તિ રહેલી છે. જે કોઈપણ કઠિન કાર્ય પાર પાડીને રહે છે. તેવો ભાવ પણ વ્યક્ત કરે છે.

પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરાયું

આ પણ વાંચો:આજે ભારતના ત્રિરંગાને 74 વર્ષ પૂર્ણ થયા, શું છે ત્રિરંગાનો ઈતિહાસ

પોરબંદરમાં સમુદ્ર વચ્ચે 21 મી વખત ધ્વજ વંદન કરાયું

પોરબંદરની શ્રીરામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા આજરોજ 21 મી વખત સમુદ્ર વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તમામ સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ધ્વજ વંદન જોવા માટે પણ મોટી સંખ્યામાં ચોપાટી ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમુદ્રની વચ્ચે ધ્વજ લહેરાતા રાષ્ટ્રભાવનાનો સુર રેલાયો હતો અને સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ પાસે શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ સલામી આપી હતી તથા કિનારા પર ઊભેલા ભારતવાસીઓએ પણ સલામી આપી હતી અને રાષ્ટ્રગાન પણ કર્યું હતું.

આ પણ વાંચો:15 ઓગસ્ટના દિવસે ABVP દ્વારા 10 હજાર ગામોમાં ફરકાવવામાં આવશે ધ્વજ

શ્રીરામ સ્વિમિંગ કલબ દ્વારા રાષ્ટ્રભાવનાનો સંદેશો

એકીસાથે રાષ્ટ્રભાવનાનો સંદેશો અલગ રીતે આપવાનો પ્રયાસ દર વખતે શ્રીરામ સ્વિમિંગ કલબ દ્વારા કરવામાં આવે છે .આ ઉપરાંત દર વર્ષે સાહસિક વૃતિ વધે તેવી સ્પર્ધા ઓ પણ યોજવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા તથા ટ્રેકિંગ કેમ્પ જેવા આયોજન પણ કરવામાં આવે છે. તાજેતરમાં બરડા ડુંગરમાં આવેલા આભાપરા ડુંગરનો ટ્રેકિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનું આજરોજસર્ટીફિકેટ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details