ગુજરાત

gujarat

Vat Savitri Vrat 2021 : પાટણમાં વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

By

Published : Jun 24, 2021, 5:25 PM IST

પાટણમાં વટસાવિત્રી વ્રત ( Vat Savitri Vrat 2021 )ની ઉજવણીમાં કોરોનાની ગાઇડલાઇન ( Corona Guidelines )નું સંપૂર્ણપણે ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવતું હોય એમ મોટી સંખ્યામાં મહિલાઓએ માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ કરી હતી.

Vat Savitri Vrat 2021
પાટણમાં વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

  • પાટણમાં શ્રદ્ધા વિશ્વાસથી વટ સાવિત્રી વ્રતની કરાઈ ઉજવણી
  • પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ કરી વડની પૂજા
  • વ્રતની પૂજા વિધિમાં કોરોના નિયમોના ધજાગરા

પાટણ:હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારોનું મહત્વ રહેલું છે. જે આપણને કંઇકને કંઇક સંદેશો આપે છે. આજ રીતે જેઠ સુદ પૂનમને વટસાવિત્રી ( Vat Savitri Vrat 2021 ) તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત પાછળ પ્રાચીન કથા સંકળાયેલી છે, જેમાં સાવિત્રીએ ભક્તિ અને સત્યના તપથી યમરાજ પાસેથી મૃત્યુ પામેલા પતિ સત્યવાનને પાછો લાવી હતી. ત્યારથી, આ દિવસને વટસાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. સાવિત્રીની પતિ ભક્તિ અને સતીત્વને અનુસરીને સમગ્ર દેશમાં આ વ્રતની મહિલાઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. આથી, પાટણમાં પણ આ વ્રતની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

પાટણમાં વટસાવિત્રી વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચો:Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી

ખંડોબા મહાદેવ મંદિર પરિસરમાં મહિલાઓ પૂજા માટે ઉમટી

આ વ્રતના દિવસે પાટણના છીંન્ડિયા દરવાજા પાસે આવેલા પ્રાચીન ખંડોબા મહાદેવ મંદિર પરિસરમાં સૌભાગ્યવતી મહિલાઓએ વિધિવત રીતે અલગ અલગ તેર વસ્તુની પૂજા કરી વડના વૃક્ષની સુતરના દોરાથી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી.

પાટણમાં વટસાવિત્રી વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચો:vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો જોવા મળ્યો અભાવ

પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી રહેલી મહિલાઓ કોરોના મહામારીને ભુલી ગાઇડલાઇન્સ ( Corona Guidelines )નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. આ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પાટણમાં કોરોના કંટ્રોલમાં છે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા આ પ્રકારની ભીડ એકત્રિત થતી હોય એવી ઉજવણી ટાળવી જોઈએ.

પાટણમાં વટસાવિત્રી વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

ABOUT THE AUTHOR

...view details