ચોપડા પૂજનની વર્ષો જૂની પરંપરા જાળવી પાટણ:પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે વર્તમાન આધુનિક સમયના આઈટી યુગમાં દુનિયા જ્યારે આંગળીઓના ટેરવે સીમિત બની છે ત્યારે આજે પણ વર્ષો જૂની હિસાબો લખવાની પરંપરા પાટણમાં અકબંધ જોવા મળી છે. દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા શહેરની વિવિધ ચોપડાઓની દુકાનોમાંથી ચોપડાઓની ખરીદી કરી હતી.
શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરી ત્યારબાદ પૂજન કર્યું દૂકાનો ઉપર ભારે ધસારો:શહેરની વિવિધ ચોપડાની દુકાનોમાં સવારથી જ વિવિધ પેઢીઓના વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબના હિસાબના ચોપડાઓ ખરીદવા માટે ચોપડાઓની દુકાને પહોંચ્યા હતા જેને લઇને દૂકાનો ઉપર ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ચોપડાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
દિવાળીના પાવન પ્રસંગે ચોપડા પૂજનનું પણ વિષેશ મહત્વ રહેલું
'પહેલાં જે પ્રમાણે વેપારીઓ દિવાળીના દિવસે ચોપડાની ખરીદી કરતા હતા પરંતુ હાલમાં કમ્પ્યુટરના યુગમાં વેપારીઓ ઓછી માત્રામાં ચોપડાની ખરીદી કરે છે. જેથી વેચાણમાં ઘટાડો થયો છે.' -ભરતભાઈ પટેલ, વેપારી
વેપારીઓએ વર્ષોની પરંપરા જાળવી:ધંધો વેપાર કરતાં દરેક નાના-મોટા વેપારીઓ દિવાળીના દિવસે ચોપડાઓનું વિષેશ પૂજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓએ આજના દિવસે શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરી હતી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષના ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા.
ચોપડા પૂજનની પરંપરા યથાવત:આજે પણ ભારત દેશમાં તેની પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજના યુગમાં દરેક હિંસાઓ હવે ટેક્નોલોજીના માધ્યમથી થાય છે. લોકો હવે કમ્પ્યુટર અને અન્ય યંત્રનો ઉપયોગ કરીને હિસાબો કરતા હોય છે.
- Diwali 2023: દિવાળીના તહેવારમાં સામાજિક સોહાર્દનું દ્રષ્ટાંત, મુસ્લિમ યુવાન અને તેના મિત્રોએ વૃદ્ધાશ્રમના વડીલોને કરાવ્યા દેવ દર્શન
- Diwali 2023: દિવાળીના દિવસે પાટણમાં તૈયાર મેરૈયાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ