- પાટણ સર્વ શિક્ષણ અભિયાનના પ્રોજેક્ટ ઓફિસર અને કર્મચારી ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા
- પ્રોજેક્ટ ઓફિસરે કોન્ટ્રાક્ટર પાસેથી અગાઉ 4 લાખની લીધી હતી લાંચ
- 20,000 લીધા બાદ 40 હજાર લેવા જતા અધિકારી કર્મચારી ઝડપાયા
પાટણ:જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા સર્વ શિક્ષા અભિયાન કચેરીના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર અને અન્ય એક કર્મચારી કોન્ટ્રાક્ટર પાસેથી મંજુર થયેલા ટેન્ડરના કમિશનના હપ્તા પેટે રૂપિયા 4 લાખ વસૂલ કર્યા બાદ બંને કામોના છેલ્લા બિલની રકમ પેટે એક ટકા લેખે 64,000ની માંગણી કરતા આ અધિકારી અને કર્મચારી રૂપિયા 40,000ની લાંચની રકમ સ્વીકારતા અમદાવાદ ACBના હાથે રંગેહાથ શુક્રવારે રાત્રે ઝડપાઈ ગયા હતા.
કોન્ટ્રાક્ટ આપવા પેટે રૂપિયા 4 લાખ અગાઉ લીધા હતા
પાટણની સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં વિપુલ મફતભાઈ પટેલે સરકારી બાંધકામ અંગેના પેટા કોન્ટ્રાકટ રાખતા એક કોન્ટ્રાક્ટર પાસેથી વર્ષ 2019માં સમી અને શંખેશ્વર ખાતે બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવા પેટે રૂપિયા 4 લાખ અગાઉ લીધા હતા.
વિપુલ પટેલે એક ટકા લેખે 64 હજારની લાંચની માગણી કરી હતી
કોન્ટ્રાક્ટરે બંને કામ પૂર્ણ કરતાં તેને ટેન્ડર મુજબ રકમ મળી હતી. જેના બંને કામના છેલ્લા બીલની રકમ પેટે ઓફિસર વિપુલ પટેલે એક ટકા લેખે 64,000 ની લાંચની માગણી કરી હતી કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે રકઝકના અંતે રૂપિયા 60,000 આપવાનું નક્કી થયું હતું.
આ પણ વાંચો:સર્વશિક્ષા અભિયાનના કરાર આધારીત કર્મચારીઓ CMના કાર્યક્રમમાં કરશે 'બેસણું'
લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા
તેમાંથી રૂપિયા 20,000 કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટ ઓફિસરને આપી દીધા હતા અને 40,000 આપવાના બાકી હતા, પરંતુ કોન્ટ્રાકટર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો.