ગુજરાત

gujarat

પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ

By

Published : Jun 17, 2020, 3:37 PM IST

તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાથી પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે પ્રતિક ધરણા યોજી સરકાર વિરુદ્દધ સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. જો કે, કાર્યક્રમની મંજૂરી ન હોવાને કારણે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ
કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ

પાટણઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉનના લીધે લોકોના ધંધા રોજગાર બંધ રહેવાથી આર્થિક સ્થિતિ નબળી બની છે. હાલમાં કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં સરકારે આ કપરા સમયમાં પ્રજા ઉપર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો કર્યો છે.

પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ

ત્યારે જિલ્લાના કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા પાસે એકત્ર થઇ પ્રતિક ધરણા યોજી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકારી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આ સાથે જ કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા વાલીઓ પાસે માગવામાં આવતી ફીનો પણ વિરોધ કર્યો હતો.

પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ

કોંગ્રેસ આગેવાનોએ કાર્યક્રમની મંજૂરી લીધી ન હોવાને કારણે પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 6થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details