ગુજરાત

gujarat

ગોધરા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નહે મિલન કાર્યક્રમ યોજાયો

By

Published : Nov 18, 2021, 8:53 AM IST

Updated : Nov 18, 2021, 9:10 AM IST

ગોધરા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નહે મિલન કાર્યક્રમ યોજાયો
ગોધરા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નહે મિલન કાર્યક્રમ યોજાયો ()

ગોધરા શહેરના મહેંદી બંગલો પાર્ટીપ્લોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લા ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન(BJP New Year get-together) સંમેલન યોજાયું હતું.

  • પંચમહાલના ગોધરામાં ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન સંમેલન યોજાયો
  • કાર્યકર્તા એ પક્ષનો પાયો છે, હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છુંઃ મુખ્યપ્રધાન
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જે-જે કામો બાકી રહ્યાં છે તે મારા સુધી પહોંચાડો

પંચમહાલઃ પંચમહાલના ગોધરા શહેરમાં(Godhra city of Panchmahal) વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા મહેંદી પાર્ટીપ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સંમારભ યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે(CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મારામાં તેમજ મારી ટીમમાં જે વિશ્વાસ મૂકી ગુજરાતનું શાસન સોપ્યું છે. તે પ્રમાણે મને વિશ્વાસ છે કે આગામી વિધાનસભાની ચૂટણીમાં(Assembly elections) 182 બેઠકો પર વિજય મળવાનો મને વિશ્વાસ છે. મુખ્યપ્રધાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓને એટલું જ કહીશ કે, જે-જે કામો બાકી રહ્યાં છે તે મારા સુધી પહોંચાડો. અમારી ટીમ તેને પૂરા આયોજન સાથે લોકો સુધી પહોંચતા કરશે.

ગોધરા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ભાજપનું સ્નહે મિલન કાર્યક્રમ યોજાયો

હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છુંઃ મુખ્યપ્રધાન

કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યપ્રધાન(CM Bhupendra Patel) કહ્યું કે, ભલે હું મુખ્યપ્રધાન બન્યો છું, પણ હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છું. કાર્યકર્તા એ પક્ષનો પાયો છે. આ પાયા વિના કોઇ પણ કાર્યની સિદ્ધિ શક્ય નથી. આપણા પરિવારે દેરક સમસ્યાઓને કિનારે કરીને આગળ વધવાનું છે.આ ઉપરાંત ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને સમૃદ્ધ થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. તેમજ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત, આદિવાસી જિલ્લાઓના વિકાસ, નલ સે યોજના, ખેડૂતો માટે સિંચાઇ સુવિધાથી લઈને મેડીકલ કોલેજ સહિતની વાત કરી હતી.

13 વિધાનસભાની બેઠકો પર વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

ગુજરાત પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ (Pradesh General Minister Bhargava Bhatte) ચૂંટણીઓમાં ભાજપને મળેલા જવલંત વિજયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મજબૂત નેતાગીરીના કારણે પંચમહાલ સુરક્ષિત અને સ્વસ્થ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ દેશની સીમાઓ અને ભારતનું ભાવિ સુરક્ષિત છે. રાજ્યમાં કચ્છના સીમાડા અને ગુજરાતનો વિકાસ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈએ ગુજરાતને નિરોગી બનાવવાના નિરામય અભિયાનની પહેલ અંગે જણાવતા આગામી ચૂંટણીમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગરની તમામ 13 વિધાનસભા બેઠકો પર ભાજપ વિજય હાંસલ કરશેનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

આ અગાઉ કાર્યક્રમના પ્રારંભે મુખ્યપ્રધાન ઉપસ્થિત સંત-મહંતોનું સ્વાગત-અભિવાદન સ્વીકારતા આર્શીવાદ લીધા હતા. તેમજ મોમેન્ટો અર્પણ કરી, શાલ ઓઢાડી, પુષ્પમાળા અને પરંપરાગત આદિવાસી કોટી-પાઘડી-કડું પહેરાવી, તીર-કામઠું ભેટ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, પંચમહાલ પ્રભારી અને કેબિનેટપ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, રાજ્યપ્રધાન નિમિષાબેન સુથાર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સીકે રાઉલજી, હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકી, કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ, જિલ્લા પ્રભારી સંયુક્તા મોદી સહિતના પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ બાળકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે નહીં! જાણો શું છે રેલવેનું નવું ફરમાન

આ પણ વાંચોઃ ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ

Last Updated :Nov 18, 2021, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details