ગુજરાત

gujarat

સાહેબ શાળાએ આવતા નથી... વિદ્યાર્થીઓની ઉત્તરવહી બની આવેદનપત્ર...

By

Published : Dec 30, 2022, 9:46 PM IST

વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ ()

પંચમહાલમાં ગોધરાની શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓની ઉત્તરવહી વાયરલ (students Answer sheet of Mahajan English School viral) થઈ છે. જેમાં વિદ્યાર્થીઓએ પોતાને પડતી સમસ્યાઓને ઠાલવી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક આવતા ન હોવાથી (Sir not come to Mahajan English school) અભ્યાસ બગડ્યો છે. સાથે શાળાના શિક્ષકોને પોતાના વિષયનું પૂરતું જ્ઞાન પણ ન હોવાનું જણાવ્યું છે. પરિણામ નબળું આવશે તો જવાબદારી શિક્ષકોની રહેશે તેવો પણ વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો છે. (students Answer sheet viral in panchmahal)

પંચમહાલ: બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. (Negligence teachers in Mahajan English School) વિદ્યાર્થીઓની કારકિર્દીમાં વાલીઓ સાથે શિક્ષકોની પણ એક મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. પરંતુ હવે શિક્ષકો તેમની જવાબદારીમાંથી ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરીક્ષાઓની જવાબવહીમાં ઉત્તરોને બદલે ફરિયાદોની રજૂઆતો કરવામાં આવી રહી છે. ગોધરાથી શિક્ષકોની ફરિયાદો રજૂ કરતો અનોખો કિસ્સો સામે આવ્યો છે. (students Answer sheet of Mahajan English School viral)

શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ

ફરિયાદોની ઉત્તરવહી વાયરલ: ગોધરાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ફરિયાદોની ઉત્તરવહી (students Answer sheet viral in panchmahal) વાયરલ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ જવાબો લખવાને બદલે પોતાને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની હૈયા વરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જવાબવહીમાં શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક નોંધ લખી હતી. જે ભારે વાયરલ થઈ હતી.

પોતાને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની હૈયા વરાળ ઠાલવી

વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં: મહાજન ઈંગ્લીશ સ્કૂલના ધોરણ 10ના મોટાભાગના વિદ્યાર્થીઓએ કથળી રહેલા શિક્ષણ બાબતે પુરવણીમાં હ્યદયદ્રાવક નોંધ લખી પુરવણીના બાકી પાના કોરા છોડી દીધા હતાં. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના શિક્ષક જીગર ચૌધરી છેલ્લા કેટલાય મહિનાઓથી શાળામાં આવતા નથી. ગણિત અને વિજ્ઞાનના મુખ્ય વિષયનો અભ્યાસ કરાવતા આ શિક્ષક દ્વારા બાળકોને ધમકાવવામાં આવતા હતા. શિક્ષક દ્વારા અભ્યાસ કરાવવામાં નહોતો આવતો તેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

વિદ્યાર્થીઓએ કથળી રહેલા શિક્ષણ બાબતે પુરવણીમાં હ્યદયદ્રાવક નોંધ લખી

આ પણ વાંચો:રાજકોટમાં દીકરીઓ માટે વિશ્વનું પ્રથમ ગુરુકુળ બનશે, મહિલા જ કરશે સંચાલન

પરીક્ષાઓ નજીક છતાં અભ્યાસક્રમ બાકી:આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા થવાની છે ત્યારે નદીસરની આ શાળાના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોનો અભ્યાસક્રમ જ બાકી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ વિવાદને લઈ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા શાળાની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓ અધિકારીને જણાવવામાં આવી હતી. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનો એક મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. મુલાકાતની પ્રક્રિયા બાદ જ્યારે અધિકારી શાળા કમ્પાઉન્ડથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ એક આંદોલનકારીની જેમ અધિકારીનો ઘેરાવ કરી પોતાની સમસ્યાઓ હલ કરવા રડમસ ચહેરે રીતસરની આજીજીઓ કરવામાં આવી હતી.

શાળાના શિક્ષકોને પોતાના વિષયનું પૂરતું જ્ઞાન પણ ન હોવાનું જણાવ્યું

આ પણ વાંચો: પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ

વિદ્યાર્થીઓ દ્વારા શાળાને તાળાબંધી:વિવાદ વધુ વકરતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં જ કેદ કરી દીધા હતાં. સમગ્ર વિવાદને લઈ શાળાના આચાર્યએ પોતાનો લુલો બચાવ કરતા છેલ્લા ઘણા સમયથી શિક્ષક મેડિકલ લિવ પર હોવાનું જણાવી પોતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગણિત અને વિજ્ઞાનના તાસ લેતા હોવાનું જણાવ્યું હતું. જો કે ટૂંક સમયમાં શિક્ષકનો વિવાદ થાળે પાડવાની પણ વાત આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. વિવાદને લઈ તાત્કાલીક શાળામાં દોડી આવેલા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળાના શિક્ષકોનો લુલો બચાવ કરી ટૂંક સમયમાં અભ્યાસ શરૂ કરવાની ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details