ગુજરાત

gujarat

પાલિતાણા જૈન ભૂમિના સમર્થનમાં ગોધરા જૈન સમાજે રેલી યોજી

By

Published : Jan 4, 2023, 9:02 PM IST

Amid protests by Jains
Amid protests by Jains ()

પાલિતાણા જૈન ભૂમિના સમર્થનમાં ગોધરા જૈન સમાજે રેલી યોજી (Amid protests by Jains) હતી. સમસ્ત ગોધરા શહેર જૈન સંઘ દ્વારા વિશાળ રેલીસ્વરૂપે (Godhra Jain Samaj held rally) પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું (rally in support of Palitana Jain Bhoomi) હતું. પાલીતાણા ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલી તોડફોડ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને સમેતશિખરને પર્યટન સ્થળ બનતું અટકાવવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

જૈન ભૂમિના સમર્થનમાં ગોધરા જૈન સમાજે રેલી યોજી

પંચમહાલ:સમસ્ત ગોધરા શહેર જૈન સંઘ (Amid protests by Jains) તેમજ વેજલપુર જૈન સમાજ દ્વારા ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજીને જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી (Godhra Jain Samaj held rally) હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય મહાતીર્થ ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળોએ કરાયેલી તોડફોડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો (rally in support of Palitana Jain Bhoomi) હતો.

જૈન સમાજની વિશાળ રેલી: સાથે સાથે સરકાર દ્વારા ઝારખંડ રાજ્યમાં આવેલ જૈનોના પવિત્ર તીર્થધામ સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અભિગમનો પણ વિરોધ કરવામાં આવ્યો (protest against to save sammet peak jharkhand) હતો. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે જો સમેતશિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તો સમેત શિખર ખાતે માંસ અને મદિરાનું સેવન અને વેચાણ શરૂ થઈ જશે. જેનાથી જૈન સમાજની લાગણી દુભાય તેમ છે. ગોધરા શહેરના શાન્તિનાથજી જૈન દેરાસર ખાતેથી નીકળેલી વિશાળ રેલી સોનીવાડ, તળાવ રોડ, વિશ્વકર્મા ચોક અને સરદારનગર ખંડ થઈને કલેકટર કચેરીએ પહોંચી (Godhra Jain Samaj held rally) હતી. આ વિશાળ રેલીમાં બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ તમામ વ્યક્તિઓ જોડાયા હતા, રેલીમાં જોડાયેલા લોકો દ્વારા બેનર સાથે નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો (Godhra Jain Samaj held rally) હતો.

આ પણ વાંચોપાલીતાણા મુદ્દે સરકારે બનાવી ટાસ્ક ફોર્સ, સરકારની જાહેરાત પહેલા ETV Bharatએ રજૂ કર્યો'તો અહેવાલ

જૈન સમાજનો આક્રોશ:પોતાના ધર્મસ્થાનના રક્ષણ માટે આજે વહેલી સવારથી જ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ગોધરા ખાતે ભેગા થયા (Godhra Jain Samaj held rally) હતા. મહત્વની વાત જોવા જઈએ તો આજે ભારે પવનના કારણે ઠંડીનું પ્રમાણ વધુ હતું છતાં પણ નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધ લોકો પણ સફેદ વસ્ત્રમાં જોવા મળી રહ્યા (Amid protests by Jains) હતા. વેપાર સાથે જોડાયેલા આ જૈન સમાજે રેલીના સમય દરમ્યાન પોતાના વેપાર બંધ રાખ્યા હતા અને પોતાના ધર્મસ્થાનની રક્ષા માટે એક થયા (Amid protests by Jains) હતા.

આ પણ વાંચોગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા

શું છે મામલો?:સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવા માં આવ્યા છે. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા છે જેને લઇને સમગ્ર ગુજરાત ભરમાં જૈન સમાજની લાગણી દુભાય છે જેને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે

ABOUT THE AUTHOR

...view details