ગુજરાત

gujarat

Surya namaskar on makar sankranti: 100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી

By

Published : Jan 14, 2023, 2:25 PM IST

આજથી ઉત્તરાયણ થયેલા સૂર્ય નારાયણને નવસારીમાં 100 યોગાર્થીઓએ નવસારી શહેરની મધ્યમાં આવેલા લુંસિકુઇ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીમાં 51 સૂર્ય નમસ્કાર કરી અનેરી ઉર્જા સાથે વંદન કર્યા હતા. લુન્સીકુઈ મેદાનમાં ઉગતા સૂર્યની સામે સૂર્ય મંત્રોચ્ચાર સાથે યોગાર્થીઓએ કડકડતી ઠંડીમાં ઉત્સાહ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

Surya namaskar on makar sankranti
Surya namaskar on makar sankranti

ઉતરાયણના સૂર્યનમસ્કાર

નવસારી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને લઇ ઉત્તરાયણના પાવન પર્વ પર આજે સૌ શહેરમાં ઉતરાયણની મજા માણવા માટે થનગની રહ્યા છે યોગર્થીઓ મકરસંક્રાંતિના પર્વને માણવા પહેલા વહેલી સવારે નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે નવસારી સેન્ટર દ્વારા 100 યોગાર્થીઓ સાથે 51 સૂર્ય નમસ્કારનું આયોજન કર્યુ હતું. લુન્સીકુઈ મેદાનમાં ઉગતા સૂર્યની સામે સૂર્ય મંત્રોચ્ચાર સાથે યોગાર્થીઓએ કડકડતી ઠંડીમાં ઉત્સાહ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી

51 સૂર્ય નમસ્કાર વંદના:યોગ શરીરને સ્વસ્થ રાખવામાં ઉત્તમ છે. યોગ દ્વારા અનેક જૂની બીમારીઓ કંટ્રોલ થવા સાથે દૂર થઈ હોવાના પણ દાખલા છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવી બીમારીમાં યોગને કારણે લોકો દવા લેતા બંધ થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ આયોજનમાં વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો અને આ કડકડતી ઠંડીમાં પૂરી ઉત્સાહ સાથે તેઓએ પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા. તો બીજી તરફ સૂર્ય નમસ્કારમાં મુસ્લિમ સમાજના લોકો અને વૃદ્ધ પણ ઉત્સાહ સાથે યોગના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા. ઉત્તરાયણ પર યોજાયેલા 51 સૂર્ય નમસ્કાર કરી મહિલાઓ સહિત વૃદ્ધોએ અનેરી ઉર્જા સાથે સૂર્ય નારાયણને વંદન કર્યા હતા. જેની સાથે નવસારી સબજેલના કદીઓએ પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

આ પણ વાંચોMakar sankranti 2023: બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જશે

યોગ ભગાવે રોગ:બીજી તરફ આ સૂર્ય નમસ્કારના આયોજનમાં આવેલા યોગાર્થીઓ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કડકડતી ઠંડીમાં ઉગતા સૂર્યની સામે સૂર્ય મંત્રનો ઉચ્ચાર સાથે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં અનેરી ઉર્જા પ્રાપ્ત થાય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં ઉત્તમ છે તો યોગ દ્વારા ઘણી બધી બીમારીઓને કંટ્રોલમાં લાવી શકાય છે. ખાસ કરીને બ્લડપ્રેશર ડાયાબિટીસ જેવી બીમારીઓની દવા લેવા કરતાં યોગ કરવાથી આ બધી બીમારીઓને નાથી શકાય છે. આ સૂર્ય નમસ્કારના આયોજન બાદ તેઓ મકરસંક્રાંતિના પર્વને પણ માણવાનું ભૂલશે નહીં અને રંગે ચંગે ઉતરાયણનો પર્વ પણ ઉજવશે.

આ પણ વાંચોઉત્તરાયણઃ આજે ધાબે દિવસ ઉગશે અને અગાશીએથી સૂર્ય આથમશે

યોગ સાથે આ બાબતોનું પણ રાખો ધ્યાન:આ ઋતુ ગરમ સૂપ અને ગરમ ભોજન લેવાની છે. ભારે ખોરાક લેવાને બદલે ઘરે તૈયાર થયેલું હળવું ભોજન લેવાનું પસંદ કરવું. શિયાળામાં પાચન ક્રિયા મંદ પડી જતી હોવાથી રાત્રિભોજન વહેલું લઇ લેવું અને બપોરે ભારે ભોજન કરવું. આપણું શરીર (સૂવા-ઊઠવાના ચક્રનું નિયમન કરતી) કુદરતી આંતરિક પ્રક્રિયાને અનુસરે છે, જે સૂર્ય અનુસાર કામ કરે છે. આથી, બપોરના સમયે પાચનશક્તિ અત્યંત સતેજ હોય છે. ઠંડાં સલાડ, ફ્રિજમાં રાખેલું ભોજન અને કાચા આહારથી દૂર રહેવું. આહારમાં મસાલા, નટ્સ (સૂકો મેવો), ઘી અને મધનો સમાવેશ કરવો. ઋતુ બદલાય, તે અનુસાર આપણું રૂટિન પણ બદલાય છે. આ શિયાળામાં જીવનશૈલીમાં આ સરળ ફેરફારો કરીને શરીરને ગરમાવો મળે, શરીર તંદુરસ્ત અને સક્રિય રહે, તેની કાળજી લેવાનું ભૂલશો નહીં.

ABOUT THE AUTHOR

...view details