નર્મદા:છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષ ચર્ચામાં આવ્યું છે. વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટી તો સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે અરંવિદ કેજરીવાલ હોય કે, પછી મનિશ સિસોદિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા હોય કોઇ પણ રીતે ટ્રેન્ડ થઈ રહ્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10ને સરપંચની ચૂંટણીમાં હુમલા અને લૂંટ આચરવાના ગુનામાં સેસન્સ કોર્ટે 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે.
લૂંટના ગુનામાં ગુનેગાર:ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા સહીત 10 વ્યક્તિઓને રાજપીપળાની સેસન્સ કોર્ટે લૂંટના ગુનામાં ગુનેગાર ઠેરવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10ને 6 મહિનાની સજા નામદાર કોર્ટે ફટકારી છે. જોકે એક વર્ષ સુધી ફરિયાદીને કોઈપણ નુકસાન નહિ કરવાની શરતે જામીન પણ આપવામાં આવતા ધારાસભ્યને રાહત થઇ છે. હવે તેઓ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે.
એક લાખ મત: ડેડીયાપાડા નો બોગજ ગામનો નવયુવાન ગુજરાત વિધાન સભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને બીટીપીને પછાડી આમઆદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી એક લાખ મત મેળવ્યા હતા. રાજ્યભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનનાર આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જુના ઝગડા મારામારીના કેસમાં ફસાયા છે. આ કેસ જિલ્લા સેસન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. હવે MLA ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે.
10 વ્યક્તિઓનું ટોળું:આ કેસ એવો છે કે, સ્થાનિક સ્વરાજની સરપંચની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બર 2021ના રોજ હતી. બોગજ કોલીવાડા ગામે હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યાં હતા. ત્યારે હરીફ સમર્થક પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી સતીશ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે ડેડિયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું. ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાં વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે ડેડિયાપાડા MLA સાથે ફરિયાદી અને સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યો હતો.
પોલીસ મથકે ફરિયાદ: ચૈતર વસાવાએ ભોગ બનનાર સતિષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61, 500ની લૂંટ ચલાવી હતી. જે અંગે ભોગ બનનારે ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ 10 આરોપીઓને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. 2 વર્ષ સુધી ફરિયાદી કે તેમના સગા સંબંધીઓ ને મળવાનું નહિ કે તેમની સાથે કોઈ સંપર્ક રાખવો નહિ હેરાન પરેશાન કરવા નહિ જેવી કેટલીક શરતો ને આધીન નામદાર કોર્ટે તમામ કસૂરવારો ને જમીન આપતા રાહત થઈ છે. હવે આ ચુકાદા ને ધારાસભ્ય સહીત 10 તમામ હાઇકોર્ટ માં પડકારશે.
- Narmada News : અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન
- Narmada Parikrama : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRFએ કર્યું રેસ્ક્યું
- નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બચપન કા ઉત્સાહ, પચપન કા ચિંતન”ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ