ગુજરાત

gujarat

ભારે વરસાદને પગલે સેલવાસથી નેશનલ હાઈવેને જોડતા બે બ્રિજ કર્યા બંધ

By

Published : Jul 8, 2019, 8:59 AM IST

સેલવાસ : સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદી ગાંડીતૂર બનતા આ નદી પર સેલવાસથી ભિલાડ તરફ જતા માર્ગ પરના 2 બ્રિજને તંત્રએ સાવચેતીના ભાગ રૂપે બંધ કર્યા હતા.

મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા સેલવાસમાં રખોલી બ્રિજ નજીક આવેલ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા. અહીં નદી પર બનાવેલ બ્રિજના લેવલે પાણીનો ધસમસતો પ્રવાહ અડી રહ્યો હોવાથી સાવચેતીના ભાગ રૂપે આ બ્રિજ પર તંત્રએ બેરીકેટ લગાવી વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો. હાલ બંને કાંઠે વહેતી દમણ ગંગા નદીમાં પાણી કિનારાને પણ ઓળંગીને બહાર આવી રહ્યા છે.

ભારે વરસાદને પગલે સેલવાસથી નેશનલ હાઈવેની જોડતા બે બ્રિજ કર્યા બંધ

બીજી તરફ અન્ય અથાલ નજીકનો બ્રિજ પણ તંત્રએ બંધ કર્યો છે. દમણગંગા નદીના ધસમસતો પ્રવાહ અહીં પણ પૂલને અડીને વહી રહ્યો છે. નદીનો પુલ જૂનો હોય બંધ કરાયો છે. આ પુલ પર લોકો પાણી જોવા ન આવે એ માટે પણ પોલીસ કાફલાને પણ બંદોબસ્તમાં મુકવામાં આવ્યો છે.

Intro:સેલવાસ :- સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદી ગાંડીતુર બનતા આ નદી પર સેલવાસથી ભિલાડ તરફ જતા માર્ગ પરના બે બ્રિજ ને તંત્રએ સાવચેતીના ભાગ રૂપે બંધ કર્યા છે. Body:મધુબન ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા સેલવાસમાં રખોલી બ્રિજ નજીક આવેલ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં છે. અહીં નદી પર બનાવેલ બ્રિજના લેવલે પાણીનો ધસમસતો પ્રવાહ અડી રહ્યો હોય સાવચેતીના ભાગ રૂપે આ બ્રિજ પર તંત્રએ બેરીકેટ લગાવી વાહનવ્યવહાર બંધ કર્યો છે. હાલ બંને કાંઠે વહેતી દમણ ગંગા નદીમાં પાણી કિનારાને પણ ઓળંગીને બહાર આવી રહ્યા છે.


તો એજ રીતે અન્ય અથાલ નજીકનો બ્રિજ પણ તંત્રએ બંધ કર્યો છે. દમણગંગા નદીના ધસમસતા પ્રવાહ અહીં પણ પૂલને અડીને વહી રહ્યા છે.

Conclusion:નદી કિનારે આવેલ રિવર ફ્રન્ટને પણ બંધ કરી દેવાયો છે. નદીનો પુલ જૂનો હોય બંધ કરાયો છે. પુલ પર લોકો પાણી જોવા ન આવે એ માટે પણ પોલીસ કાફલો પણ ખડકાયો છે.

ABOUT THE AUTHOR

...view details