ગુજરાત

gujarat

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ દિવસથી પાણી ન મળતાં રોષ ભભૂક્યો

By

Published : Sep 5, 2020, 1:51 PM IST

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી રહીશોને છેલ્લાં દસ દિવસથી પાણી મળ્યું નથી. જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ પાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ દિવસથી પાણી ન મળતાં રોષ ભભૂક્યો
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ દિવસથી પાણી ન મળતાં રોષ ભભૂક્યો

મોરબીઃ પાણીનો કકળાટ હાલ ભરચોમાસે ચારેતરફથી ડેમો છલોછલ હોવાના સમાચારો વચ્ચે સામે આવે ત્યારે વહીવટીતંત્ર સામે આંગળી ન ચીંધાય તેવું બને નહીં. મોરબીના લોકોનો રોષ આ બાબતે ભભૂકી ઉઠ્યો છે. મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં પાણી ભરાઈ ગયાં હતાં. જેનો નિકાલ કરવા જતાં મુસીબતમાં વધારો થયો હતો. કારણ કે પાણીની પાઈપલાઈન તૂટી જતાં 10 દિવસથી પાણી મળતું નથી.

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ દિવસથી પાણી ન મળતાં રોષ ભભૂક્યો
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સોસાયટીના રહીશોને પાણી મળતું ન હોય જેથી સોસાયટીના પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકો પાલિકા કચેરીએ દોડી ગયાં હતાં અને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમ જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે પાણી ભરાતાં પાલિકા દ્વારા પાણી નિકાલ માટે જેસીબી મૂકવામાં આવ્યું હતું. પરંતુ કામકાજ દરમિયાન જેસીબી ચાલકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવતાં પાણીની લાઈન તોડી નાખતાં સોસાયટીમાં છેલ્લાં દસ દિવસથી પાણી આવ્યું નથી. જેથી સોસાયટીમાં પાણી વિતરણ થતી લાઈન તાત્કાલિક બદલી આપવા માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details