ગુજરાત

gujarat

મોરબી નગરપાલિકાને ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે

By

Published : Dec 12, 2022, 8:35 PM IST

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં(Morbi bridge disaster) 135 જેટલા લોકોના મોત થયા હતા. દુર્ઘટનાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં(Accident hearing in Gujarat High Court) ચાલી રહી છે. મોરબી નગરપાલિકા અને સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. તો ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચુકવવામાં આવશે. હવે માહિતી મળી રહી છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે.(morbinagarpalika will be disbanded)

મોરબી બ્રીજ દુર્ઘટનાને મામલે મોરબી નગરપાલિકાની ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે
મોરબી બ્રીજ દુર્ઘટનાને મામલે મોરબી નગરપાલિકાની ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે

મોરબી:મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં(Morbi bridge disaster) ચાલી રહી છે. મોરબી નગર પાલિકા અને રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને વધારાનું વળતર ચુકવાશે. મોરબીના કેબલ બ્રિજ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાને પણ વિસર્જિત કરાશે.(morbi nagarpalika will be disbanded)

હાઈકોર્ટમાં રજૂ કર્યું સોંગધનામું: મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં નાના બાળકો, મહિલાઓના મોત થયા હતા. મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે હાઈકોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. મોરબી નગરપાલિકા અને સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. તો ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચુકવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે હેરિટેજ ઈમારતોની જાળવણી કરવાની ટકોર પણ કરી છે.

મોરબી નગરપાલિકાને ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે

મોરબી નગરપાલિકાને વિસર્જિત કરાશે:હવે માહિતી મળી રહી છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે. એડવોટેક જનરલે કોર્ટને ખાતરી આપી છે. તો આ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે.

નગરપાલિકાની નિષ્કાળજી: મોરબી દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાની નિષ્કાળજી સામે આવી હતી. આ પુલના રિનોવેશન બાદ તેની તપાસ કર્યા વગર શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ બ્રિજ તૂટવાને કારણે 135 જેટલા લોકોના મોત થયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર, ગૃહ વિભાગ સહિત જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details