ગુજરાત

gujarat

મોરબી LCB ટીમે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપ્યા

By

Published : Dec 12, 2020, 6:35 PM IST

મોરબી
મોરબી ()

મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લઈને કાર અને દારૂ સહિત 2.44 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી LCB ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબી LCB ટીમે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
  • વાંકાનેર બાઉન્ડ્રી પરથી કરવામાં આવતી હતી કારમાં દારૂની હેરાફેરી
  • LCB ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હેરાફેરી ઝડપી પાડી

મોરબી : મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોટીલા તરફથી રાજકોટ જતી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી LCB ટીમે ત્યાં વોચ ગોઠવી હતી.

2.44 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

જ્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી ફીયાસ્ટા કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 119 કિંમત રૂ.44,625 મળી આવતા પોલીસે કાર અને દારૂ સહિત રૂ.2,44,625ની કિમતના મુદામાલ સાથે આરોપી કિશન ગોવિંદ રામાંણી અને સંદીપ મનસુખ શીયાણી એમ બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે શિવરાજ કાઠીનું પણ નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details