ગુજરાત

gujarat

Life imprisonment in Tankara Rape case: મોરબી POCSO કોર્ટે દોષિતને આજીવન કેદની સજા ફટકારી

By

Published : Dec 29, 2021, 8:50 PM IST

Life imprisonment in Tankara Rape case: મોરબી POCSO કોર્ટે દોષિતને આજીવન કેદની સજા ફટકારી

મોરબીમાં પણ આજે કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસના દોષિતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ટંકારામાં સગીરા સાથે દુષ્કર્મના બે આરોપીમાંથી એકને આ (Life imprisonment in Tankara Rape case) સજા ફટકારાઇ છે.

મોરબીઃ જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક બે ઈસમો નોકરીની લાલચ આપી સગીરાનું અપહરણ કરી લઇ ગયાં હતાં અને બાદમાં દુષ્કર્મ આચરવામાં (Rape Cases in Morbi 2021) આવ્યું હતું. આ કેસ (pocso act punishment 2021) ચાલી જતાં આજે મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી (Life imprisonment in Tankara Rape case) છે.

આરોપી બાલુ માંગુ ભીલ હજુ પણ ફરાર

ટંકારાના મીતાણા નજીક 14 મે 2016 ના રોજ આરોપી પપ્પુ નારસંગ ભુરીયા અને બાલુ માંગુ ભીલ એમ બે ઇસમોએ સગીરાને કેનાલ તરફ લઇ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને લઇને પીડિતા દ્વારા તા.7 જૂન 2016ના રોજ એમપીના રતલામ પોલીસ મથકમાં ફરિયાદ (Rape Cases in Morbi 2021) કરવામાં આવી હતી. જે ફરિયાદ મોરબી જિલ્લાના ટંકારા પોલીસને ટ્રાન્સફર કરતા ટંકારા પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપી પપ્પુ નારસંગ ભુરીયાને ઝડપી લીધો હતો. જયારે અન્ય આરોપી બાલુ માંગુ ભીલ હજુ પણ ફરાર છે.

આ પણ વાંચોઃ Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં

પીડિતાને 7 લાખનું વળતર, આજીવન કેદની સજા ઉપરાંત 30,000નો દંડ

ઝડપાયેલો આરોપી પપ્પુ ભુરીયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં (pocso act punishment 2021) કેસ ચાલી જતા (Rape Cases in Morbi 2021) સરકારી વકીલ સંજય દવેએ 14 મૌખિક અને 32 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં. જેને પગલે સ્પેશિયલ જજ એમ. કે. ઉપાધ્યાયની કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપીને આજીવન કેદની સજા સાથે 30,000 રૂપિયાનો દંડ (Life imprisonment in Tankara Rape case) ફટકારવામાં આવ્યો છે, તેમજ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ: 5 દિવસમાં દુષ્કર્મના આરોપીને સંભળાવી સજા

ABOUT THE AUTHOR

...view details