ગુજરાત

gujarat

રિયાલીટી ચેક- મોરબીની 802 શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરાયા 6થી 8ના વર્ગો

By

Published : Sep 2, 2021, 4:09 PM IST

કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરાયા 6થી 8ના વર્ગો

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં જણાતા સરકાર દ્વારા અગાઉ ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવાની મંજુરી આપ્યા બાદ આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે. જેથી મોરબી જિલ્લામાં આવેલી કુલ 802 સરકારી અને ખાનગી શાળામાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

  • કોરોના મહામારીના કારણે વર્ગો બંધ થયા હતા
  • સ્કુલ દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ વર્ગો કરાયા શરૂ
  • વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા સાથે આરોગ્ય પણ ચિંતા

મોરબી: જિલ્લામાં 592 સરકારી શાળાઓ, 1 ગ્રાન્ટેડ શાળા અને 209 સેલ્ફ ફાઈનાન્સ મળીને કુલ 802 શાળાઓમાં આજે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરાયા 6થી 8ના વર્ગો

મોરબીની શાળાઓમાં કરવામાં આવ્યું રિયાલીટી ચેક

મોરબીમાં આવેલી ખાનગી શાળાઓમાં જ્ઞાનપથ સ્કૂલ, નવયુગ સંકુલ, નીલકંઠ સ્કૂલ અને સરકારી માધાપર વાડી શાળામાં રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર સહિતના નિયમોનું પાલન કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.

કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરાયા 6થી 8ના વર્ગો

નિયમોના પાલન સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ

મોરબીની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં નિયમોના પાલન સાથે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા સાથે તેમના આરોગ્યની પણ ચિંતા શાળા સંચાલકો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details