ગુજરાત

gujarat

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યુવાને જાત જલાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

By

Published : Nov 20, 2020, 3:06 AM IST

મોરબી સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારની મોડી રાત્રે એક યુવાને જાત જલાવી હતી. જેમાં ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ યુવાને માનસિક બીમારીથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.

Morbi Civil Hospital
Morbi Civil Hospital

  • સિવિલ હોસ્પિટલમાં યુવાનને જાત જલાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • માનસિક બીમારથી કંટાળી યુવાને આ પગલુ ઉઠાવ્યું
  • ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી

મોરબી : શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં એક યુવક સળગતા સળગતા પ્રવેશ કર્યો હતો. જે કારણે તાત્કાલિક તબીબોએ યુવકની સારવાર શરૂ કરી હતી. આ યુવકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

યુવાન સળગતો સળગતો હોસ્પિટલમાં પ્રવેશ્યો

આ બનાવની મળતી વિગત મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના લગભગ 10 કલાકે નાની વાવડી ગામનો મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષીય યુવકે સળગતો સળગતો હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો.

યુવાનની હાલત ગંભીર, વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, મુસાભાઈ, જીજ્ઞેશભાઈ સહિતનાએ આ યુવકના શરીરે લાગેલી આગ પર ઓલવી હતી. જે બાદ ડૉકટર્સે આ યુવકની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. આ યુવાનની હાલત અતિ ગંભીર હોવાને કારણે તેને રાજકોટ સિવિલમાં રિફર કરવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ તરફથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર આ યુવાનની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details