ગુજરાત

gujarat

વડનગરમાં 17 વર્ષે રેલવે સેવાનો પુનઃ પ્રારંભ થશે, વડાપ્રધાન કરશે ઉદ્ઘાટન

By

Published : Jul 15, 2021, 7:40 PM IST

વડનગરમાં 17 વર્ષે રેલવે સેવાનો પુનઃ પ્રારંભ થશે

મહેસાણાના વડનગર ખાતે બનેલા અદ્યતન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનથી સ્થાનિકો અને પર્યટકોને અનેક ગણો ફાયદો થશે. આથી, સ્થાનિકો દ્વારા રેલવે સ્ટેશનના નવીનીકરણ અને ટ્રેન ફરી ચાલું કરવાને કારણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

  • વડનગરમાં અદ્યતન રેલવે સ્ટેશન બન્યું
  • વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે વર્ચ્યુઅલી થશે ઉદ્ઘાટન
  • ટ્રેન ફરી શરૂ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર પ્રસરી

મહેસાણા : જિલ્લાના ગૌરવમાં વધારો કરતું વડનગર રેલવે સ્ટેશન અદ્યતન બન્યું છે. 17 વર્ષે બ્રોડગેજ લાઇન નાખવામાં આવતા લોકોને પુનઃ ટ્રેન સેવાનો લાભ મળશે. આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે થશે. વડનગરમાં ટ્રેન સેવા પુનઃ સ્થાપિત થતા પ્રવાસન સ્થળો પર્યટકોથી ખીલી ઉઠશે. આ રેલ સેવા પુનઃ શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો:Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

17 વર્ષ બાદ પુનઃ રેલ ગાડીની સુવિધા કાર્યરત

જિલ્લામાં વિકાસ હરણફાળ ગતિએ વધી રહ્યો છે, ત્યારે જિલ્લાનું ગૌરવ વધારતા રેલવે સ્ટેશને 17 વર્ષ બાદ પુનઃ રેલ ગાડીની સુવિધા કાર્યરત થઈ રહી છે. વડનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મળેલી અદ્યતન રેલવે સ્ટેશન અને પરિવહનની સુવિધાની ભેટ માટે સ્થાનિકોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. વડનગરમાં ગાંધીનગરથી ખેરાલુ અને વરેઠા સુધી જતી ડેમુ ટ્રેન વડાપ્રધાન હસ્તે આવતી કાલે વર્ચ્યુઅલ રીતે શુભારંભ કરાવવામાં આવશે. આ ટ્રેન મહત્તમ રીતે પર્યટકો માટે ખૂબ સારી સેવા આપશે. આ ટ્રેન શરૂ થતાં સ્થાનિક અને અન્ય પ્રવાસીઓને ખૂબ ઓછા દરે પરિવહન સેવા મળશે.

આ પણ વાંચો:PM Modi in Varanasi: વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ

ABOUT THE AUTHOR

...view details