ગુજરાત

gujarat

મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો, 10 તાલુકામાં અનરાધાર મેઘવર્ષા

By

Published : Sep 27, 2021, 8:45 PM IST

મહેસાણામાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં એવું લાગી રહ્યું છે કે જાણે હવે ચોમાસુ બેઠું હોય, કારણ કે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હવે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા થોડાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહેસાણામાં આજે એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા.

  • મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો
  • વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
  • ઠેરઠેર પાણી ભરાયાં, વીજળી ત્રાટકતા 2 પશુના મોત

મહેસાણા: મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને પગલે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી, જેમાં સવારના 10 કલાકે જિલ્લાના 10 તાલુકામાં અનરાધાર મેઘવર્ષા થતાં મહેસાણા અને કડી શહેર પાણીમાં તરબોળ થયા હતા. જિલ્લામાં લાંબા વિરામ બાદ છેલ્લા 4 દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે સીઝનનો સૌથી વધુ કહી શકાય તેવો વરસાદ આજે મહેસાણા શહેરમાં ખાબક્યો હતો.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

દિવસની શરૂઆતથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે મહેસાણામાં 85 mm, બેચરાજીમાં 66 mm, કડીમાં 61 mm, વિસનગરમાં 57 mm, ખેરાલુમાં 45 mm, ઊંઝામાં 34 mm, વડનગરમાં 25 mm, જોટાણામાં 21 mm, સતલાસણામાં 21 mm અને વિજાપુરમાં 15 mm વરસાદ ખાબક્યો હતો.

મહેસાણામાં એક જ દિવસમાં 3.34 ઇંચ વરસાદ ખાબક્યો

મહેસાણા જિલ્લામાં સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો

મહેસાણા જિલ્લામાં ચાલું સીઝનમાં ઓછો વરસાદ નોંધાયો છે. ચાલું વર્ષે જિલ્લાના 10 તાલુકાનો સરેરાશ વરસાદ 505 mmથી વધુ અને 70 ટકા જેટલો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના છેલ્લા દિવસોમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અને રાજ્યમાં વરસાદની જે ઘટ હતી એ પૂરી કરી રહ્યો છે. જો કે આ વરસાદના કારણે ખેતરોમાં પાકને નુકસાન પણ થઈ રહ્યું છે.

હજુ પણ વરસાદ પડશે

ગુજરાતમાં સરેરાશ 80થી 85 ટકા વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યમાં 15થી 20 ટકા વરસાદની ઘટ છે, ત્યારે અરબી સમુદ્ર પર સર્જાયેલ લો-પ્રેશરને કારણે રાજ્યમાં આગામી 2-3 દિવસ સુધી વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: પોરબંદરમાં મેઘરાજાનું આગમન: ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ થયો ઓવરફ્લો

ABOUT THE AUTHOR

...view details