ગુજરાત

gujarat

મેડિકલથી લઈ એન્જિનીયરિંગ સુધીનું હાયર એજ્યુકેશન ગુજરાતીમાં થશેઃ શાહ

By

Published : Dec 24, 2022, 1:44 PM IST

મેડિકલથી લઈ એન્જિનીયરિંગ સુધીનું હાયર એજ્યુકેશન ગુજરાતીમાં થશેઃ શાહ
મેડિકલથી લઈ એન્જિનીયરિંગ સુધીનું હાયર એજ્યુકેશન ગુજરાતીમાં થશેઃ શાહ ()

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે નવી શિક્ષણનીતિને (Amit Shah Education policy) લઈને એક મોટી સ્પષ્ટતા કરી દીધી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિમાં (New Education policy India) હાયર એજ્યુકેશન (Higher Education in Motherhood language) જેમ કે, MBBS અને એન્જિનીયરિંગનો અભ્યાસ માતૃભાષામાં હશે. જોકે, શાહે પોતાના ભાષણ દરમિયાન ભોપાલમાં હિન્દી ભાષામાં તૈયાર થયેલા સમગ્ર અભ્યાસક્રમનો ઉલ્લેખ કરીને માતૃભાષામાં હાયર એજ્યુકેશન અંગેની અપીલ કરી હતી.

મહેસાણાઃગુજરાત રાજ્યમાં મહેસાણાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે નવી (Amit Shah Education policy) એજ્યુકેશન પોલીસીને લઈને મોટી વાત કહી દીધી છે. અમિત શાહે શેઠ.જી.સી.હાઈસ્કૂલના (New Education policy India) 95 વર્ષ પૂરા થતા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલીસી અનુસાર હાયર એજ્યુકેશન MBBS અને એન્જિનીયરિંગનો (Higher Education in Motherhood language) અભ્યાસ માતૃભાષામાં હશે.

આ પણ વાંચોઃઅનોખું દાન: પિતાને બચાવવા સગીર પુત્રીને હાઈકોર્ટ લીવરના દાનની મંજૂરી આપી

ગુજરાતીમાં હાયર એજ્યુકેશનનાઃ આ પોલીસી બની ત્યારે હું એનો હિસ્સો હતો. વિશ્વાસ સાથે કહું છું કે, 25 વર્ષની અંદર આ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતને આ દુનિયામાં નંબર વન બનતા કોઈ રોકી નહીં શકે. આ પોલીસીમાં મૂળભૂત પરિવર્તન કર્યા છે. સૌથી મોટું પરિવર્તન, સેકન્ડરી સુધીની તમામ એજ્યુકેશન સિસ્ટમ ધીમે ધીમે ભારતની માતૃભાષામાં બનાવવાનું ચાલું કર્યું. જ્યારે બાળક માતાની ભાષા બોલે ત્યારે એની વિચારક્ષમતા અને તર્ક શક્તિ વધે છે. મૌલિકતા ઊભી થાય છે. આ બધી વધુ માટે મોદી સરકારે નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત ગુજરાતીમાં હાયર એજ્યુકેશનના અભ્યાસક્રમને સ્થાન અપાયું છે.

માતૃભાષા પ્રાથમિકતાઃપ્રાથમિક અને સેકન્ડરી એજ્યુકેશન બને ત્યાં સુધી માતૃભાષામાં કરવું. મને વિશ્વાસ છે કે, થોડા સમયમાં આવનારા સમયમાં સમગ્ર દેશમાં દરેક બાળક પોતાની માતૃભાષામાં ભણતુ હશે. એની માતા એને ભણાવતી હશે. આની સાથે મેડિકલ, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં શિક્ષણથી એક પ્રકારની સરળતા આવી છે.

ભોપાલનો ઉલ્લેખઃ તાજેતરમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં હિન્દી ભાષામાં તૈયાર થયેલા મેડિકલ એજ્યુકેશનના પુસ્તકોની શરૂઆત થઈ. ગુજરાત, તેલુગુ, ઉડિયા આ તમામ ભાષામાં હાયર એજ્યુકેશનના કોર્ષ શરૂ થઈ જશે. જેનાથી ભારતનો સર્વાંગી વિકાસ થશે. વ્યક્તિ પોતાની રીતે મૌલિક રીતે ચિંતન ત્યારે જ કરી શકે જ્યારે એ ચિંતનનો વિષય એની માતૃભાષમાં જ હોય. આવું ત્યારે બને જ્યારે તે માતૃભાષામાં ભણેલો હોય.

આ પણ વાંચોઃરાષ્ટ્રીય ખેડૂત દિવસ ફક્ત ભારતમાં જ કેમ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે

છ વર્ષ સુધી ચર્ચા ચાલીઃ અંગ્રેજોએ બનાવેલી એજ્યુકેશન પોલીસીમાં શિક્ષણની એક એવી પદ્ધતિ બનાવી હતી જેની અંદર ગોખણપટ્ટી હતી. બાળક પોતાના અભ્યાસક્રમને ગોખીને પરીક્ષા આપતો હતો. જેમાં વિચારવાની ક્ષમતા, અનુસંધાન, રીસર્ચ, તર્ક, વિશ્લેષણ, નિર્ણયશક્તિ જેવા ગુણ ન હતા. વર્ષ 2014માં એક પરિવર્તન આવ્યું, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને તેમણે અનેક લોકો સાથે ચર્ચા કરીને નવી એજ્યુકેશન પોલીસી બનાવી, છ વર્ષ સુધી ચાલેલી આ ચર્ચાનું પરિણામ એ આવ્યું કે આપણને નવી એજ્યુકેશન પોલીસી મળી.

ABOUT THE AUTHOR

...view details