ગુજરાત

gujarat

મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી

By

Published : Oct 22, 2021, 12:00 PM IST

Updated : Oct 22, 2021, 1:35 PM IST

મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી
મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી ()

મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં(Taluka Panchayat) કુલ 610 જેટલી ગ્રામ પંચાયતો(Gram Panchayat)છે. દેશના અર્થતંત્ર માટે મહત્વની ભૂમિકા નિભાવતા વેરા વસુલત(Tax collection)ની કામગીરીને કોરોના ગ્રહણ લાગ્યા બાદ મહેસાણા જિલ્લામાં પુનઃ વેરા વસુલાતની (Tax collection)કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 10 તાલુકા પંચાયતો હસ્તકની કુલ 610 ગ્રામ પંચાયતોમાં કુલ 36,69,68,410 જેટલી બાકી વેરા વસુલાત સામે છેલ્લા બે મહિનામાં 9,17,14,547 જેટલી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે.

  • મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી
  • તાલુકા પંચાયતમાં બે માસમાં કુલ 9.17 કરોડ વસુલાત કરી
  • રીઢા બાકીદારો વેરો ન ભરતા વર્ષો થી માંગણું અધ્ધરતાલ


મહેસાણાઃ જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં(Taluka Panchayat) કુલ 610 જેટલી ગ્રામ પંચાયતો(Gram Panchayat)છે. જેમાં 36.69 કરોડ જેટલી વેરા વસુલાત(Tax collection) બાકી છે. છેલ્લા બે માસમાં કુલ 9.17 કરોડ વસુલાત કરવામાં આવી છે. વેરા વસુલાતની નબળી કાર્યવાહીના કારણે આજે પણ 27.52 કરોડ જેટલી રકમની વેરા વસુલાત (Tax collection)બાકી જોવા મળી રહી છે.

મહેસાણા જિલ્લામાં વેરા વસુલાતની કામગીરી

દેશના અર્થતંત્ર માટે મહત્વની ભૂમિકા નિભાવતા વેરા વસુલત(Tax collection)ની કામગીરીને કોરોના ગ્રહણ લાગ્યા બાદ મહેસાણા જિલ્લામાં પુનઃ વેરા વસુલાતની કામગીરી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 10 તાલુકા પંચાયતો (Taluka Panchayat) હસ્તકની કુલ 610 ગ્રામ પંચાયતો(Gram Panchayat)માં કુલ 36,69,68,410 જેટલી બાકી વેરા વસુલાત (Tax collection)સામે છેલ્લા બે મહિનામાં 9,17,14,547 જેટલી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે. જેમાં ગત ઓગસ્ટ 2021 માસ દરમિયાન કુલ 6,92,77,049 રકમ અને સપ્ટેમ્બર માસમાં 2,24,37,498 જેટલી રકમની વેરા વસુલાત કરવામાં આવી છે. જે હાલમાં ઓક્ટોમ્બર માસની સ્થિતિએ જિલ્લાની કુલ 610 ગ્રામ પંચાયતોમાં બેચરાજી તાલુકા પંચાયત સિવાય 9 તાલુકા પંચાયતોમાં પાછલી 11,69,08,335 રકમની વેરા વસુલાત અને ચાલુ વર્ષની 15,83,45,528 જેટલી રકમની વેરા વસુલાત બાકી છે. હાલમાં કુલ 27,52,53,863 જેટલી વેરા વસુલાત બાકી રહી છે જેમાં બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત અને બાકી વેરા મામલે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

ટેબલ તાલુકા પંચાયત પ્રમાણે બાકી વેરાની રકમ અને વસુલાત

તાલુકા પં માંગણું વસુલાત બાકી ટકાવરી
સતલાસણા 10926704 6161740 4764964 56.39 ટકા
જોટાણા 8063848 2274909 5788939 28.21 ટકા
વિજાપુર 44453777 9906870 34546907 22.29 ટકા
મહેસાણા 91221927 17998187 73223740 19.73 ટકા
વિસનગર 39691121 12986600 26704521 32.72 ટકા
કડી 127212336 26057326 101155010 20.48 ટકા
ઊંઝા 21421402 9336398 12085004 43.58 ટકા
વડનગર 15216557 4273321 10943236 28.08 ટકા
ખેરાલુ 8760738 2719196 6041542 31.04 ટકા
બેચરાજી ---- બાકી ---- -----
કુલ 366968410 91714547 275253863 44.99 ટકા

આ પણ વાંચોઃવડોદરા ખાતે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ 'વેલી ઓફ વર્ડ્સ'નું આયોજન

આ પણ વાંચોઃટોક્યો પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાઇ

Last Updated :Oct 22, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details