- વિસનગરમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા શખ્સની દરપકડ
- મહેસાણા LCBએ બાતમી આધારે દરોડા પાડતા કૌભાંડ સામે આવ્યું
- 4 Fake Licence લાયસન્સ મળી આવ્યા
મહેસાણા :જિલ્લામાં વાહન વ્યવહાર માટે RTOની કચેરી કાર્યરત છે. સરકારી નિયમો નેવે મૂકીને કચેરીથી અનેક એવા RTOના સેટિંગથી કામકાજ કરીને આપતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. માત્ર એજન્ટ જ નહિ પરંતુ કેટલાક શખ્સો તો RTOને પણ ચકમો આપીને પોતાની જાતે વાહનોના બનાવટી દસ્તાવેજો (Fake Documents) ઉભા કરીને કમાણી કરી રહ્યા છે.
ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરતો હોવાની માહિતી મળી
મહેસાણા LCBની ટીમ (Mehasana LCB Team)ને આવો જ એક ગઠિયો વિસનગર તાલુકા પંચાયત (Visanagar Taluka Panchayat) સામે આવેલા ગ્રાહક સેવા કેન્દ્ર નામની ઠગબાજીની દુકાન ખોલી ત્યાં આવતા ગ્રાહકોને બનાવટી લાયસન્સ અને વાહનના અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપતો હોવાની માહિતી મળી છે. જે આધારે LCB Teamએે વોચ ગોઠવી છે. ઘટનાસ્થળે દરોડા પાડતા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાંથી વસીમ હિંમતખાન ચૌહાણ નામનો એક મુસ્લિમ શખ્સ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : દ્વારકામાં કલ્યાણપુરનો યુવાન નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા ઝડપાયો
ચારેય લાયસન્સ બનાવટી હોવાનું સામે આવ્યું