ગુજરાત

gujarat

Mahisagar News: લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થયેલી બંને સગીરાઓને પોલીસે હેમખેમ શોધી કાઢી

By

Published : Aug 17, 2023, 9:15 AM IST

Updated : Aug 17, 2023, 2:27 PM IST

લુણાવાડામાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ થઇ જવાની ઘટના સામે આવી હતી.પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી અને તપાસ આદરી હતી. જેમાં ઝાલોદ પોલીસ તપાસ કરતા સગીરાઓ મળી ગઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓને હેમખેમ શોધી કાઢી છે.

લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ,પોલીસ તપાસ શરૂ
લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ,પોલીસ તપાસ શરૂ

લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થયેલી બંને સગીરાઓને પોલીસે હેમખેમ શોધી કાઢી

મહીસાગર:જિલ્લા મથક લુણાવાડામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી સગીર વયની બે કિશોરીઓ ગુમ થતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રોબેશન ઓફિસરે લુણાવાડા પોલીસ મથકે કોઈ અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓને હેમખેમ શોધી કાઢી છે.

લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બન્ને સગીરાઓને પોલીસે હેમખેમ શોધી કાઢી

ગણતરીના કલાકમાં બને બાળાઓને શોધી કાઢી અને સહીસલામત લઈ આવવામાં આવી છે. તારીખ 14/8/23 ના રોજ 9 થી 9:30 ની આજુબાજુમાં લુણાવાડા ખાતેથી બે બાળકીઓ ગુમ કે અપહરણ થયેલ છે. તેવી ફરિયાદ આપતા લુણાવાડા ટાઉન પોસ્ટે 567 ગુના રજીસ્ટરથી ગુનો દાખલ કરી 363 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ બંને બાળકીઓ પાવાગઢ પોસ્ટ તથા ઝાલોદ પોસ્ટની ભોગ બનનાર પોક્સોની બાળકીઓ હોવાથી જે ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવી હતી.-- ધેનુ ઠાકર (લુણાવાડા પીઆઇ)

સગીરાઓને પોલીસે હેમખેમ શોધી કાઢી

સંસ્થામાં હાજર ન હોવાની માહિતી:પોલીસ ફરિયાદ અનુસાર ઝાલોદ પોલીસ મથકમાં તેમજ પાવાગઢ પોલીસ મથકની પોક્સો એક્ટ હેઠળ ભોગ બનનાર સગીર વયની બે કિશોરીઓ સંસ્થામાં હાજર ન હોવાની માહિતી સામે આવી હતી. જેની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામાને કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં બંને સગીર વયની કિશોરીઓ મળી ન હતી. હાલ પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાઓને હેમખેમ શોધી કાઢી છે.

'કિશોરીઓ ભાગી ગયેલી છે અને કોઈ અપહરણની ઘટના બની નથી. અમારા ગૃહ માતા હાજર હોય છે. બે ગાર્ડ બહેનો હાજર હોય છે. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે કિશોરીઓ ભાગી ગયેલી છે.આ અંગે અમે ફરિયાદ પણ નોંધાવી છે. હાલ ત્રેવીસ જેટલી બાળકીઓ અહીંયા રહે છે અને તેમનું ધ્યાન રાખવામાં આવે છે. ફરિયાદી શિલ્પા બેન હાજર ન હતા. એમની 6:10 સુધીની નોકરી હોય છે.' -નરેશ ડામોર, ચીલ્ડ્રન હોમના અધિક્ષક

  1. Mahisagar News: કડાણા ડેમમાં પાણીની આવક થતાં મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું
  2. Mahisagar News : મૃત્યુની નજીક પહોંચેલા ઊંટના ટોળાને મહીસાગર ટ્રાફિક પોલીસનું રક્ષણ મળ્યું
  3. ISKCON Bridge Accident Case : આરોપી તથ્ય પટેલની કોર્ટ સમક્ષ માગણી, ઘરનું જમવાનું, ભણવું છે અને બીજું પણ ઘણું...
  4. ISKCON Bridge Accident: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ, 9 ઓગસ્ટ કોર્ટ ચૂકાદો આપશે
Last Updated :Aug 17, 2023, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details