ગુજરાત

gujarat

બાલાસિનોર: બાબા સાહેબની પ્રતિમાની આસપાસ ગંદકીથી દુકાનદારો અને રાહદારીઓ પરેશાન

By

Published : Jul 19, 2020, 3:04 PM IST

બાલાસિનોરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાની આસપાસ વરસાદી પાણી ભરાતા છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને આસપાસના દુકાનદારો પણ પરેશાન છે.

બાલાસિનોરમાં બાબા સાહેબની પ્રતિમાની આસપાસ ગંદકીથી દુકાનદારો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોરમાં બાબા સાહેબની પ્રતિમાની આસપાસ ગંદકીથી દુકાનદારો અને રાહદારીઓ પરેશાન

મહીસાગરઃ બાલાસિનોરના નવા બસ સ્ટેશન પાસે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પાણી ભરાતા ગંદકી થતા આસપાસના દુકાનદારો પરેશાની ભોગવી રહ્યા છે.

બાલાસિનોરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાની આસપાસ વરસાદી પાણી ભરાતા છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને આસપાસના દુકાનદારો પણ પરેશાન છે. રાષ્ટ્રીય મહાનુભાવોની પ્રતિમાઓનું સન્માન જાળવવું જરૂરી છે. તે સાથે રાષ્ટ્રીય મહાનુભાવોની પ્રતિમાની આસપાસ સ્વચ્છતા પણ જરૂરી છે.

આ બાબતે બાલાસિનોર દલિત એકતા સમિતિના પ્રમુખ મુકુન્દ ચૌહાણે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં ન આવતાં દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાવ્યું છે. નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ ભરાયેલા પાણી અને ગંદકી દૂર કરવામાં આવે તેવું દલિત સમાજ અને નગરજનો ઈચ્છે છે.

ABOUT THE AUTHOR

...view details