ગુજરાત

gujarat

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

By

Published : Jul 3, 2022, 8:36 PM IST

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

ગુજરાત રાજ્યમાં ચોમાસું સીઝન (Monsoon Season Gujarat) શરૂ થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ખેડૂતો વહેલી સવારથી ખેતરમાં (Farming Season in Gujarat) ખેતી કરતા જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ પાક લેવાનું (Seeds cultivation) શરૂ કરી દીધું છે. જોકે, દરેક ખેડૂત એવી આશા રાખે છે કે, આ વખતે સારો પાક ઊતરે જેનો આધાર ચોમાસા પર છે.

મહીસાગરઃગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત (Monsoon Season in Gujarat) થઈ ચૂકી છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર (Farming Season Gujarat) જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતરમાં હળ (Seeds Cultivation) ખેતી કરવા લાગ્યા છે. મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતો મેઘરાજાના આગમનની (Gujarat Rain) લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત હાલ તો ખુશખુશાલ છે. હવે મેઘારાજા મન મૂકીને વરસે તો પાકને ફાયદો થાય એમ છે.

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

આ પણ વાંચોઃવલસાડમાં વરસાદને લઈને છે અનોખી માન્યતા, જાણો તેના વિશે...

ખેડૂતો ખુશઃસમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે. ખાસ કરીને આ વખતે કપાસ અને ડાંગરના પાકનું વાવેતર થતા ખેડૂતો આશા રાખે છે કે, પાક સારો ઊતરે. જેનો મોટાભાગનો આધાર ચોમાસું સીઝન પર છે. હાલ તો ગુજરાતના ખેડૂતોએ બીજ રોપવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થઈ ચૂકી છે.

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

આ પણ વાંચોઃનાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ, જાણો કોણ છે આ છોકરી...

સારા પાકની આશાઃહાલ તો સારો પાક ઊતરે એ માટે તેઓ ખેત મજૂર સાથે ખેતી કરવા લાગ્યા છે. મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા તેમજ અન્ય શહેરોના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસ, ડાંગર, બાજરી, દિવેલા અને મકાઈના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોએ વરસાદને કારણે વાવણીના શ્રીગણેશ તો કર્યા છે પરંતુ, સારા પાક માટે બધો આધાર મેઘરાજાના મુડ પર આધારીત છે.

ABOUT THE AUTHOR

...view details