મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના હિતમાં નિર્ણય લઈને લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. જેના કારણે નાના વ્યવસાયકારો, મજૂરો અને રોજનું પેટીયું રળીને જીવન નિર્વાહ ચલાવતા પરિવારની પરિસ્થિતી ઘણી જ ગંભીર બની હતી. આવા પરિવારો બીજા પાસે સહાય માગવામાં પણ સંકોચ અનુભવતા હોય છે, ત્યારે કોરોના સંકટને પગલે તેમને ધંધા સાથે ઘર ચલાવવું ખૂબજ મુશ્કેલી ભર્યું બન્યું હતું.
કોરોનાના કપરાકાળમાં તેમને સહાય પહોંચાડવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી તેમને ફરી બેઠા કરવા માટે કોરોના સંકટકાળમાં પણ રાજ્યની સરકાર તેમની પડખે ઊભી રહી ઉમદા અભિગમ અપનાવ્યો છે.
આત્મનિર્ભર સહાય યોજનાનો જેને લાભ મળ્યો છે, તેવા મહિસાગર જિલ્લાના સેણાદરિયા ગોરાડા ગામના જયંતીભાઈ કહે છે કે, હું ગામમાં અમૂલ પાર્લર ચલાવું છું તેમાં અમુલ આઈસ્ક્રિમ, અમુલ શ્રીખંડ,અમુલ ચોકલેટ
અને અમુલ ઘી જેવી અમૂલની વસ્તુઓનો પાર્લર દ્વારા ધંધો કરતો હતો. પણ મહામારીના લોકડાઉનને કારણે મારા અમૂલ પાર્લરના ધંધાને પણ ઘણી માઠી અસર થઈ હતી અને મારો ધંધો લગભગ બંધ જેવો થઈ ગયો હતો.અમે ઘરે બેઠા હતા અને આવકનું સાધન બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.